Homeધાર્મિકગુરુવારે ભૂલથી પણ ન...

ગુરુવારે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો આવશે મોટી મુસીબત!

શાસ્ત્રો કહે છેકે, ગુરુવાર બૃહસ્પતિ દેવ શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. તેથી વિષ્ણુ ભગવાન કે માતા લક્ષ્મીજીને ન ગમે તેવું કોઈપણ કામ ગુરુવારના દિવસે આપણે ન કરવું જોઈએ. ગુરુવારના દિવસે આ દેવી-દેવતાઓ પ્રસન્ન થાય તેવા કામોને પ્રાધાન્ય આપવાથી જીવનમાં સારો એવો લાભ થાય છે. આ દિવસે લોકો સંપૂર્ણ વિધિ-વિધાન સાથે આ દેવતાઓની પૂજા કરે છે. ગુરુવારે કોઈ ખાસ કામ કરવાની પણ મનાઈ છે. આ દિવસે આ પ્રતિબંધિત કાર્યો કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે. જો મહિલાઓ આ પ્રતિબંધિત કામ કરે છે તો તેમના પતિ અને બાળકોને નુકસાન થાય છે, જ્યારે પુરુષો જો આ કામ કરે છે તો તેમને આર્થિક નુકસાન થાય છે. તેમના સુખ અને સંપત્તિનો નાશ થાય છે. આવો જાણીએ એવા કામો વિશે જે ગુરુવારે ભૂલથી પણ ન કરવા જોઈએ.

ગુરુવારે ભૂલથી પણ ન કરો આ કામ:

  1. ગુરુવારે રસોઈમાં ઉપરથી મીઠું ઉમેરીને ભોજન ગ્રહણ ન કરવું જોઇએ. તેનાથી સ્વાસ્થ્યમાં તો તકલીફ આવે જ છે સાથે જ તમારા બધાં કાર્યોમાં પણ અવરોધ આવી શકે છે ! કારણ કે તેનાથી વ્યક્તિનો ગુરુ ખરાબ થાય છે.
  2. શક્ય હોય તો ગુરુવારે કપડા ધોવાનું ટાળવું જોઈએ.
  3. ગુરુવારના રોજ ખીચડી ખાવી પણ વર્જિત મનાય છે.
  4. એવુ માનવામાં આવે છે કે ગુરુવારે મહિલાઓએ વાળ ન ધોવા જોઇએ. કારણ કે તેનાથી ગુરુ ગ્રહ કમજોર થાય છે અને તેનાથી સંપત્તિ અને સંપન્નતામાં ઘટાડો થાય છે.
  5. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે કબાટનું ક્યારેય વેચાણ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે કચરો વેચવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો નાશ થાય છે. ગુરુની અશુભ અસરને કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે અને બાળકોના ભણતર પર પણ અસર થાય છે.
  6. ગુરુવારે રૂપિયાની લેવડ-દેવડ ટાળવી જોઈએ. આ દિવસે ન તો કોઈને ઉધાર આપવું જોઈએ અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી પડી શકે છે. જેના કારણે પરિવારના સભ્યોને પણ પૈસા અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  7. ગુરુવારના દિવસે પૂજા પાઠથી જોડાયેલ સામાન, આંખો સાથે જોડાયેલી કોઇપણ વસ્તુ, કોઇ ધારદાર વસ્તુ જેમ કે ચપ્પુ, કાતર, વાસણ કંઇ જ ખરીદવું ન જોઇએ. તે પણ અશુભ મનાય છે.
  8. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે પુરુષોએ દાઢી ન કરવી જોઈએ. આ દિવસે નખ કરડવાથી પણ બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગુરુવારે દાઢી કપાવવાથી અથવા નખ કાપવાથી ગુરુ ગ્રહ નબળો પડી જાય છે. જેના કારણે કાર્યોમાં અનેક પ્રકારની અડચણોનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોને બાળકો સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
  9. લૌકિક માન્યતા એવી છે કે ગુરુવારે દક્ષિણ, પૂર્વ તેમજ નૈઋત્યમાં યાત્રા ન કરવી જોઈએ. ખાસ કરીને આ દિવસે દક્ષિણમાં દિશાશૂળ રહે છે. જો યાત્રા કરવી અનિવાર્ય જ હોય તો દહીં કે જીરું ખાઇને ઘરની બહાર નીકળવું. તે શુભદાયી બની રહેશે અને આવનારી મુસીબતોને નિવારશે.
  10. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ દોષ હોય તો તેણે ગુરુવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ પછી ભગવાન વિષ્ણુની પૂજા પદ્ધતિસર કરવી જોઈએ. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાથી અને આરતી કરવાથી ગુરુનો દોષ દૂર થાય છે, સાથે જ મોટી મોટી સમસ્યાઓ પણ દૂર થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...