Homeધાર્મિકઆચાર્ય ચાણક્યના આ જ્ઞાનને...

આચાર્ય ચાણક્યના આ જ્ઞાનને સંકટના સમયે તમારો સાથી બનાવો, સફળતા ચોક્કસ મળશે

દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક તો મુશ્કેલીનો સામનો જરૂર કરવો પડતો હોય છે. જો કે આ વાત પણ સાચી છે કે, દરેક વ્યક્તિ પોતાના હિસાબે સંકટનો સામનો કરે છે. જે પૈકી કેટલાક લોકો સરળતાથી પડકારનો સામનો કરે છે, તો કેટલાક લોકો મુશ્કેલીમાં ગભરાઈ જાય છે. જે લોકો સંકટનો સામનો કરવામાં પોતાને અસમર્થ સમજતા હોય, તેમના માટે આચાર્ય ચાણક્યની કેટલીક વાતો જાણવી ખૂબ જ જરૂરી છે.

ચોક્કસ રણનીતિ બનાવો
કોઈ વ્યક્તિ જ્યારે સંકટમાં ઘેરાય, તો તેણે એક ચોક્કસ રણનીતિ બનાવવાની જરૂરિયાત હોય છે, કારણ કે જો તમારી પાસે સંકટમાંથી બહાર નીકળવાની રણનીતિ તૈયાર હશે, તો તમે તે સંકટમાંથી સરળતાથી બહાર નીકળી શકો છો. આ સાથે વ્યક્તિએ તબક્કાવાર કાર્ય કરવું પડે છે.

તકલીફ માટે પહેલાથી તૈયાર રહો
આચાર્ય ચાણક્ય અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ પર તકલીફ આવી પડે, તો તેણે ખૂબ જ સાવધાન થઈ જવાની જરૂર છે. કારણકે સંકટના સમયે તેમની પાસે યોગ્ય અવસર અને પુરતી તક નથી હોતી. આથી તમારે તમારી જાતને પહેલાથી તૈયાર રાખવી જોઈએ, કારણ કે નાની અમથી ભૂલ તમને મોટું નુક્સાન પહોંચાડી શકે છે. આથી પહેલાથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે.

ધીરજથી કામ લો
ચાણક્ય નીતિ અનુસાર, કોઈ પણ વ્યક્તિએ વિપરિત સંજોગોમાં પણ ક્યારેય ધીરજ ના ગુમાવવી જોઈએ અને કાયમ સમજી વિચારીને પગલા લેવા જોઈએ. સૌથી ખાસ વાત ગમે તેવી સ્થિતિ હોય, પરંતુ ધીરજ ના ગુમાવો અને મને શાંત રાખીને સારો સમય આવવાની રાહ જુઓ.

પરિવારના સભ્યોની સુરક્ષા
સંકટના સમયે પરિવાર પ્રત્યે જવાબદારી નીભાવવી વ્યક્તિનું પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ. આથી જ્યારે પણ પરિસ્થિતિ વિપરિત હોય, સૌ પ્રથમ પોતાના પરિવારના સભ્યોની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખો. સંકટના સમયે પોતાના પરિવારજનોને સાથ આપવો જોઈએ.

પૈસાની બચત કરો
વ્યક્તિએ કાયમ પૈસાની બચત કરવી જોઈએ. એવું કહેવાય છે કે, સંકટના સમયે તમારો સૌથી મોટો સાથી પૈસા જ હોય છે. જે વ્યક્તિ પાસે સંકટના સમયે પૈસાની તંદી હોય, તેના માટે સંકટમાંથી ઉગરવું ઘણું મુશ્કેલ થઈ પડે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...