- ટેન્કરમાંથી ઢોળાયેલા પ્રવાહીમાંથી લોકો જીવના જોખમે પસાર થયા
- એક પ્રવાહી ભરેલું ટેન્કર પલ્ટી ખાતા સમગ્ર રોડ ઉપર ચીકણુ પ્રવાહી રેલાયુ
- અન્ય વાહનો સ્લીપ થતા ભારે અફરાતફરીની માહોલ સર્જાયો
નર્મદા જીલ્લાના વડા મથક રાજપીપળાથી મહારાષ્ટ્રને જોડતા રાજપીપળા દેડિયાપાડા માર્ગ ઉપર આવેલા જંગલ વિસ્તારના વળાંક વાળા માર્ગે એક પ્રવાહી ભરેલું ટેન્કર પલ્ટી ખાતા સમગ્ર રોડ ઉપર ચીકણુ પ્રવાહી રેલાયુ હતું.
જેથી અન્ય વાહનો સ્લીપ થતા ભારે અફરાતફરીની માહોલ સર્જાયો હતો
જોકે, સદનસીબે કોઈ મોટી દુઘર્ટના સર્જાઈ નહોતી. ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ચીકણું પ્રવાહી રોડ ઉપર ફેલાતા માર્ગ ઉપરથી પસાર થતા અન્ય વાહનો સ્લીપ ખાતા જોવા મળ્યા હતા. અન્ય વાહન ચાલકોને ભારે કાળજી સાથે પોતાનાં વાહનો ચલાવવાની ફરજ પડી હતી, તેમ છતાં પણ આ ચીકણા પ્રવાહી ઉપરથી પસાર થતા વાહન થોડી ડામાડોળ કરતા તેના ચાલકો ભય મા મુકાયા હતા, ખાસ કરી મોટર સાયકલ ચાલકો તો ભારે હેરાન થયાં હતાં.