- ભાજપના જિલ્લા ઉપપ્રમુખે વોર્ડ નં.6ની નગરસેવિકાનો મેન્ડેડ આપ્યો
- મેન્ડેડ ન મળતાં પાલિકાના વર્ષો જૂના કોર્પોરેટરોમાં છૂપી નારાજગી જોવા મળી
- ડીસા એપીએમસીના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી મંગળવારે પૂર્ણ થઈ
ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપની પેનલ વિજય થયા બાદ ડીસા નગરપાલિકા દ્વારા પાલિકામાંથી ડિરેક્ટર તરીકે વોર્ડ નં.6ની નગરસેવિકાનું નામનું સૂચવવામાં આવ્યું છે.
આમ ડીસા એપીએમસીમાં બીજી વખત ડિરેક્ટર તરીકે મહિલાને સ્થાન મળશે.
ડીસા એપીએમસીના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી મંગળવારે પૂર્ણ થઈ છે. જેમાં પ્રથમ વખત એપીએમસીમાં ભાજપના મેન્ડેડ સાથેની પેનલનો ભવ્ય વિજય થયો છે ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પાલિકામાંથી પણ એક સભ્યને મોકલાય છે. જેમાં નગર સેવિકા નયનાબેન મગનભાઈ સોલંકીનું નામ ડિરેક્ટર તરીકે ભાજપના જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી મેન્ડેડ લઈને પાલિકા કચેરી પહોંચ્ચા હતા. જેને સર્વાનુમતે આવકાર્યા હતા. આમ ડીસા એપીએમસીના બોર્ડમાં અગાઉ શિલ્પાબેન માળી હતા. ત્યારે બીજી વખત પણ એક દલિત મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે.નોંધનીય છે કે,ડીસા નગરપાલિકામાં કેટલાક વર્ષો જુના ભાજપ સાથે જોડાયેલ કોર્પોરેટર હતા.તેમને આશા હતી કે પાલિકામાંથી અમારૂં નામ સૂચવાશે પરંતુ તેમની બાદબાકી કરી સહકાર સાથે કોઈજ નાતો ન હોય તેમનું નામ આવતા જ નારાજગી જોવા મળી હતી. જોકે ભાજપ શિસ્ત વાળી પાર્ટી હોવાના કારણે કોઈજ સામે આવી શકે તેમ નથી.
SCW હાઈસ્કૂલનું નામ બદલી મહારાણા પ્રતાપ કરવામાં આવ્યું
ડીસામાં અંગ્રેજો વખતની પાલિકા સંચાલિત સર્ચાલન્સ વોટ્સન હાઈસ્કૂલનું નામ બુધવારે મળેલા બોર્ડમાં મહારાણા પ્રતાપ રાખવાનો સર્વાનુમતે ઠરાવ કરાયો હતો.