Wednesday, October 4, 2023

OTT પર રિલીઝ થશે અનેક વેબ સિરીઝ…

ધ લાસ્ટ થિંગ હી ટોલ્ડ મી મિની સીરિઝ છે

લૌરા ડેવની સૌથી વધુ વેચાતી નવલકથા પર આધારિત `ધ લાસ્ટ થિંગ હી ટોલ્ડ મી હેન્નાને અનુસરે છે, જેનો પતિ રહસ્યમય રીતે અદૃશ્ય થઈ જાય છે અને ન સમજાય તેવી રીતે ગુમ થવા પાછળનું સત્ય શોધવાનો પ્રયાસ કરતી વખતે તેણે તેની 16 વર્ષની સાવકી પુત્રી સાથે સંબંધ વિકસાવવો પડે એમ છે.

સીરિઝ છ કે સાત એપિસોડ માટે નિર્ધારિત છે. પ્રથમ બે એપિસોડ પ્રીમિયરના દિવસે એટલે કે 14 એપ્રિલના રોજ એપ્પલ ટીવી+ એકસાથે રિલીઝ થશે, ત્યારબાદ દરેક નવા એપિસોડ દર શુક્રવારે સાપ્તાહિક રિલીઝ થશે. આ શ્રેણીમાં એક સારી ક્રાઈમ થ્રિલર વાર્તાના તમામ ઘટકો છે, જેમાં ઝડપી ગતિ, આકર્ષક વર્ણન, લાંબા સમયથી ચાલતી પોલીસ તપાસ, પરિવારના સત્યની શોધ વગેરેનો સમાવેશ થાય છે. ઓવેનના ગુમ થવા, તેના અદૃશ્ય થવા અને હેન્ના સાથેના તેના સંબંધો આ ઘટનાના પરિણામને કેવી રીતે અસર કરે છે તે વિશે છે.

ડેડ રિંગર્સ : સ્ત્રી પાત્રો પુરુષ પાત્રોને રિપ્લેસ કરે છે!

બેગાયનેકોલૉજિસ્ટ મેનહટનથી શરૂ કરીને, સ્ત્રીઓના જન્મની રીતને બદલવાના મિશન પર છે. ડેડ રિંગર્સ એ ડેવિડ ક્રોનેનબર્ગની સમાન નામની 1988ની ફિલ્મ પર આધારિત આગામી અમેરિકન મનોવૈજ્ઞાનિક થ્રિલર ડ્રામા મિની સીરિઝ છે. ઉલ્લેખ કર્યો છે તેમ, આ શ્રેણી ડેવિડ ક્રોનેનબર્ગની 1988ની ફિલ્મનું અનુકૂલન છે જે 1977ની બારી વૂડ અને જેક ગિયાસલેન્ડ દ્વારા લખાયેલી નવલકથા ટ્વિન્સનું એક્સટેન્શન અનુકૂલન હતી. આ બંને મૂળ સ્ત્રોત સામગ્રી સ્ટુઅર્ટ અને સિરિલ માર્કસ નામના વાસ્તવિક ટ્વિન્સ પર આધારિત હતી, જેઓ ન્યૂયોર્કસ્થિત સ્ત્રીરોગ વિજ્ઞાની હતા. પ્રજનન નિષ્ણાતો તરીકે તેમની સફળ કારકિર્દી હોવા છતાં 1975માં તેમના રહસ્યમય મૃત્યુએ વધુ ધ્યાન ખેંચ્યું હતું.

જ્યારે નવલકથા અને ફિલ્મ મૂળ રૂપે પુરુષ જોડિયા ડૉક્ટરો વિશે હતી, ટીવી. શ્રેણી સ્ત્રી જોડિયા નિષ્ણાતો પર કેન્દ્રિત છે. મહિલાઓને તેમના પ્રજનન સ્વાસ્થ્યને લગતા જટિલ તબીબી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વાર્તા ચોક્કસપણે ષડ્યંત્ર અને સુસંગતતા ઉમેરે છે. એમેઝોન પ્રાઇમ વીડિયો 21 એપ્રિલ.

ગ્રીક સલાડ : જો જો આ ખાવાની વાનગી નથી !

કૌટુંબિક એપાર્ટમેન્ટ વારસામાં મેળવ્યા પછી બે ભાઈ-બહેન એથેન્સ જાય છે. એક મૂડીવાદ વિરોધી કાર્યકર છે, તો બીજો એક કંપની સ્ટાર્ટઅપ નિષ્ણાત છે. ટોમ ન્યૂ યોર્કમાં પ્રશિક્ષિત 26 વર્ષીય સ્ટાર્ટઅપ નિષ્ણાત હોય છે, તે અને તેની બહેન મિયાને એથેન્સમાં તેમના દાદાની ઇમારત વારસામાં મળી છે. આ વારસાઈ મિલકત વિશે જાણ્યા પછી ટોમ ગ્રીસ પાછો ફરે છે. જલદી તેને ખબર પડે છે કે મિયા બળવાખોર મૂડીવાદ વિરોધી કાર્યકર છે અને વાર્તા વસ્તુઓ એક રસપ્રદ વળાંક લે છે. શું આવાં વિરોધી મંતવ્યો અને જીવનશૈલી ધરાવતાં બે ભાઈ-બહેન શાંતિથી સહઅસ્તિત્વમાં રહી શકશે? ગ્રીક સલાડ યુરોપિયન યુવાનો આજે જે અનુભવો અને સમસ્યાઓનો સામનો કરે છે તેના પર પ્રકાશ પાડશે.

ફ્રેન્ચ શૈલી ડ્રામા એમેઝોન પ્રાઇમ વીડિયો પર સલાડના નામે 14 એપ્રિલના રોજ પીરસવામાં આવશે.

ધ ડિપ્લોમેટ : રાજદ્વારી સંકટ ઊભું થાય છે ત્યારે

ધડિપ્લોમેટ એ દેશો અને લોકો વચ્ચેના લાંબા ગાળાના સંબંધોની ઉત્કૃષ્ટતા અને યાતના વિશે ઉચ્ચ દાવ, સમકાલીન રાજકીય નાટક છે. કેટ વાયલર (રસેલ) યુનાઇટેડ કિંગડમમાં નવા યુએસ એમ્બેસેડર છે. તેણે અફઘાનિસ્તાન જવાનું છે. તે ક્રાઈસીસ મેનેજમેન્ટમાં એક્સપર્ટ છે. કલાકો સુધી ચાલતા ડ્રામાના 20 એપ્રિલના રોજ તમામ આઠ એપિસોડ નેટફ્લિક્સ પર રજૂ થશે. રાજકીય ડ્રામા કે જે અમેરિકનોને યુએસ સરકારની અંદર મજબૂત રીતે સ્થાન આપે છે. યુનાઈટેડ કિંગડમમાં યુ.એસ.ના રાજદૂત કેટ વાયલર તેનાં લગ્નમાં ઊભી થયેલી કટોકટી વચ્ચે યુદ્ધ અટકાવવા પ્રયત્ન કરે છે.

કેટે આંતરરાષ્ટ્રીય કટોકટી ઉકેલવી પડશે, લંડનમાં વ્યૂહાત્મક જોડાણ બનાવવું પડશે અને સ્પોટલાઇટમાં તેના નવા સ્થાન સાથે સંતુલિત થવું પડશે – આ બધું સાથી રાજદ્વારી અને રાજકીય સ્ટાર હેલ વાયલર (રુફ્સ સેવેલ) સાથેનાં તેનાં લગ્નને ટકાવી રાખવાનો પ્રયાસ કરતી વખતે.

જેન : પ્રાણીઓની રક્ષક

આજના રોજ એપ્પલ ટીવી.+ ની બીજી સીરિઝ છે દસ એપિસોડમાં પ્રસારિત થનારી `જેન’. નવ વર્ષની એક છોકરી તેની ટીમના સાથીઓની મદદથી વિશ્વભરનાં વિવિધ ભયંકર જંગલી પ્રાણીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે. લાઇવ-એક્શન એનિમેટેડ શૈક્ષણિક સાહસિક શ્રેણી છે.

જેન નવ વર્ષની ઉભરતી પર્યાવરણવાદી છે જેણે તેના વિશ્વાસુ સાથીઓ સાથે વિશ્વભરનાં વિવિધ ભયંકર જંગલી પ્રાણીઓને બચાવવાનું નક્કી કર્યું છે. વિશ્વનાં જંગલી પ્રાણીઓના રક્ષણ માટે ચિમ્પાન્ઝી સાથે સાહસ પર જાય છે. તે તેના પ્રેરણામૂર્તિ ડૉ. જેન ગુડૉલથી પ્રેરિત છે, જે કહે છે, `જો આપણે સમજીશું તો જ આપણે કાળજી રાખીશું. જો આપણે કાળજી રાખીશું તો જ આપણે મદદ કરીશું. જો આપણે મદદ કરી શકીશું તો જ તેઓને બચાવી શકાશે.’ દરેક એપિસોડ વિવિધ જાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Related Articles

Latest