-ટિમ કુકે મુંબઈ BKC એપલ સ્ટોરનો ગેટ ખોલીને તેનું ઉદ્ઘાટન કર્યું
એપલના CEO ટિમ કૂક ગઈ કાલે આ માટે ભારત પહોંચ્યા હતા અને આજે તેમણે ભારતમાં એપલના ફ્લેગશિપ સ્ટોરનું ભવ્ય ઉદઘાટન કર્યું હતું. એપલનો દેશનો પહેલો ઓફિશિયલ સ્ટોર મુંબઈના Jio વર્લ્ડ ડ્રાઈવ મોલમાં ખુલ્યો છે.
ટિમ કુકે મુંબઈ BKC એપલ સ્ટોરનો ગેટ ખોલીને તેનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ ખાસ દિવસે એપલના સેંકડો ચાહકો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુંબઈના પ્રથમ એપલ સ્ટોરના ભવ્ય ઉદઘાટનથી લોકો ખુશ
મુંબઈના પ્રથમ એપલ સ્ટોરના ઉદ્ઘાટન સમયે સેંકડો ચાહકો હાજર રહ્યાં હતા અને આ સ્ટોર 20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આજે 11 વાગ્યાથી લોકો અહીંથી ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે મુંબઈમાં સવારે 11 વાગ્યે ખુલેલા આ સ્ટોરમાં 100 સભ્યોની ટીમ કામ કરી રહી હોવાના સમાચાર છે. આ એપલ સ્ટોર એક્ઝીક્યૂટિવ્સ 20 ભાષાઓમાં ક્સ્ટમર સર્વિસ આપવા માટે કાબેલ છે.
કેટલું છે ભાડું?
મુંબઈમાં ખોલવામાં આવેલ એપલનો પહેલો સ્ટોર Apple BKC તરીકે ઓળખાય છે. કંપની આ સ્ટોર માટે દર મહિને 42 લાખ રૂપિયા ભાડા તરીકે ચૂકવશે અને આવકનો અમુક હિસ્સો સ્ટોર માલિક સાથે પણ શેર કરશે. આ પછી, 20 એપ્રિલે, બીજો સ્ટોર દિલ્હીના સાકેત સલેક્ટ સિટી વોક મોલમાં શરુ થશે.
મહત્વનું છે કે, આ પહેલાં બોલિવૂડની ધકધક ગર્લ માધુરી દીક્ષિતે એપલના સીઈઓ ટિમ કૂક સાથે વડાપાવ ખાતા જોવા મળ્યા હતા. ટિમ કૂક મુંબઈમાં જિયો વર્લ્ડ ડ્રાઈવ મોલમાં પ્રથમ એપલ સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા હતા. તેમના આગમન પર ઘણા સેલેબ્સ તેમને મળવા પહોંચી રહ્યા છે, પરંતુ માધુરીએ જે તેમનું સ્વાગત મુંબઈના પ્રખ્યાત વડાપાવ સાથે કર્યું. માધુરીએ ટિમ સાથેની પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને લખ્યું કે, “મુંબઈમાં વડાપાવ કરતાં વધુ સારા સ્વાગત વિશે વિચારી પણ ન શકાય.” માધુરીના ટ્વીટનો જવાબ આપતા ટિમ કુકે લખ્યું, “મારા પ્રથમ વડાપાવનો પરિચય કરાવવા બદલ આભાર. તે ખૂબ જ સ્વાદિષ્ટ હતું.”