fbpx
Tuesday, June 6, 2023

ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખા સુદામાજીના ચરણસ્પર્શ કરવા આજે ભાવિકો ઉમટશે

સુદામાજીનાં મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત ભક્તોને ચરણસ્પર્શ કરવાની તક મળે છે, ભારતમાં એક માત્ર સુદામાજીનું મંદિર પોરબંદરમાં

પોરબંદર, : પોરબંદરમાં રવિવારે અખાત્રીજે ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીના સુદામા મંદિરે સુદામાજી-સુશીલાજીના ચરણસ્પર્શ કરવા ભક્તોની લાઇનો લાગશે. કારણ કે વર્ષમાં એક વખત અખાત્રીજના દિવસે ભાવિકોને લ્હાવો મળતો હોવાથી વહેલી સવારે છ વાગ્યાથી રાત્રે ૮.૩૦ સુધી ભક્તોને નિજ મંદિરમાં પ્રવેશ મળશે તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષય તૃતિયાની ઉજવણીનો થનગનાટ સુદામા ભક્તોમાં જોવા મળી રહ્યો છે.

સુદામાનગરી પોરબંદર શહેરમાં અક્ષય તૃતિયાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. સુદામાજીના મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત ચરણ સ્પર્શ કરવાનો ભાવિકોને લ્હાવો મળે છે. અક્ષય તૃતિયા એટલે અખાત્રીજનો દિવસ આ દિવસને સ્વયં સિધ્ધ મુહૂર્તના દિવસ તરીકે ગણવામાં આવે છે. આમ તો આ દિવસના અનેક મહત્વ છે.

પરંતુ પોરબંદર માટે આ દિવસ અનેરું મહત્વ ધરાવે છે. કારણ કે સમગ્ર ભારતમાં એકમાત્ર સુદામાજીનું મંદિર પોરબંદર શહેરમાં આવેલું છે. અહીં દરરોજ દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર્શનાર્થે ઉમટી પડે છે. આ મંદિર ખાતે લખચોરાસી પરિક્રમા તેમજ સુદામા કુંડ આવેલ છે. દર વર્ષે સુદામા મંદિરે અક્ષય તૃતિયાના દિવસે એક દિવસ નિજ મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવે છે. આ વખતે તા. 23ના અખાત્રીજના દિવસે સુદામાજીનું નિજ મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. મહંત દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેઓએ જણાવ્યું છે કે અખાત્રીજના દિવસે દ્વારિકામાં ભગવાન શ્રીકૃષ્ણએ તેના સખા સુદામાજીના પગ ધોયા હતા અને સુદામાજીના ચરણ સ્પર્શ કર્યા હતા. જેથી આ દિવસે સુદામા મંદિરે લોકોને સુદામાજીના ચરણસ્પર્શ કરવા માટે નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

Latest