આજ કાલ લોકો દેશી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ખોરાક રાંધવા આજે કેટલાક લોકો જુની પરંપરાથી ખોરાક રાંધવાનું પસંદ કરી રહ્યા છે. હાલમાં લોકો જુના જમાનાની જેમ માટીના વાસણમાં ખોરાક રાંધવાનું પસંદ કરી રહ્યા છે. કારણ કે આમા બનાવેલો ખોરાક સ્વાદમાં ખૂબ સારો હોય છે અને સાથે સાથે આરોગ્ય માટે લાભદાયી હોય છે. પરંતુ તમારે માટીના વાસણમાં ખોરાક રાંધતાં પહેલા અમુક વાતોનો ખ્યાલ રાખવો જરુરી છે. અને તે ધીરે ધીરે તે તમારા આરોગ્યને નુકસાન પહોચાડી શકે છે. તેથી માટીના વાસણમાં ખોરાક રાંધતા આ વાતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
માટીના વાસણમાં ખોરાક રાંધતા પહેલા આ વાત ધ્યાનમાં લેવી
1. માટીના વાસણમાં રાંધતા પહેલા તેને એકવાર પાણીમાં પલાડી દો, પછી પાણીમાંથી કાઢી સુકા કપડાથી લુછી નાખો. અને તેને બે મિનિચ ધીમી આંચ પર રાખો. તેના પછી દાળ-ચોખા કે શાકભાજી રાંધવા મુકી શકો છો.
2. માટીના વાસણમાં ખોરાક ધીમી આંચ પર રાંધવુ જોઈએ. તેજ આંચ પર રાંધવાથી વાસણ તુટી જવાનો ભય રહે છે. અને ધીમી આંચ પર રાંધવાથી ખોરાકનો ટેસ્ટમાં સારો આવે છે.
3. માટીના વાસણમાં રાંધવા માટે ગેસ કરતા ચુલા પર રાંધવાથી ખોરાકનો ટેસ્ટ સારો આવે છે. અને મીઠો લાગે છે.
4. માટીના વાસણની સફાઈ કરવા માટે મુલાયમ સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તૂટશે નહી.
5. વાસણ સાફ કરવા માટે સુતરાઉ કાપડનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી માટીનું વાસણ સારુ રહે છે.