fbpx
Tuesday, June 6, 2023

તેજી / અક્ષય તૃતીયા બાદ સુકનનો સોમવાર, સેન્સેક્સ 401 પોઈન્ટના ઉછાળા સાથે 60,000ને પાર, આ રોકાણકારો ફાવ્યા

  • શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જોરદાર તેજી
  • બેન્કિંગ અને આઇટી શેરમાં મોટાપાયે ખરીદારી
  • સેન્સેક્સ 60,056 પર અને નિફટી 17,743 પર બંધ

શેરબજારમાં સપ્તાહના કારોબારના પ્રથમ દિવસે જોરદાર તેજી જોવા મળી હતી. બેન્કિંગ અને આઇટી શેરમાં મોટાપાયે ખરીદારી નોંધાઈ હતી.

પરિણામે શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું. જેમાં 401 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 60 હજાર સુધીના જબરા સ્તરને પાર કરી બંધ રહ્યો હતો. જે 60,056 પર બંધ રહ્યો છે. તે જ રીતે નિફટી 17,743 પર બંધ જોવા મળ્યો છે. જેથી અક્ષય તૃતીયા બાદ શુકનનો સોમવાર ગણવામાં આવ્યો હતો.

સેન્સેક્સ 59,655 અને નિફટી 17,624 પર અટક્યો

આ દરમિયાન આઇટીના શેરમા તેજી જોવા મળી હતી. સેન્સેક્સમા wipro નો શેર બમણી ગતિથી આગળ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે સેન્સેક્સ 22 પોઇન્ટના વધારા સાથે 59,655 અને નિફટી 17,624 પર અટક્યો હતો. આજે બજારની શરૂઆત નબળી રહ્યા બાદ બપોર પછી જોરદાર ખરીદી નોંધાય હતી અને અંતે સેન્સેક્સ 60,000 ની ઉપર બંધ રહ્યો હતો.

એચડીએફસી લાઇફમાં 6.50 ટકાનો વધારો
નિફ્ટી પર PSU બેન્ક ઇન્ડેક્સ 2.61 ટકા વધીને વધ્યો છે. આ ઉપરાંત ફાઇનાન્શિયલ, આઇટી અને રિયલ્ટી શેરોએ વધારા સાથે રોકાણકારોને રાજી કરાવ્યા હતા. જ્યારે ફાર્મા, ઓટો અને મીડિયા શેરો નબળા પાડયા હોવાથી રોકાણકારો ફાવ્યા ન હતા. તેજી નોંધાયેલ શેરની વાત કરવામાં આવે તો એચડીએફસી લાઇફમાં 6.50 ટકાનો વધારો તથા ટાટા કન્સમર 4.50 ટકા અને વિપ્રોમા ત્રણ ટકા તેમજ ટાઇટલમાં 2.50 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઘટાડો નોંધાયેલ શેરની વાત કરવામાં આવે તો indusind બેંકમાં 1.40 ટકા નો ઘટાડો તો ડોક્ટર રેડિયોમાં 1.20% અને સનફાર્મા 1.15% નો ઘટાડો નોંધાયો હતો

Related Articles

Latest