- યુવા ક્રિકેટર મયંક અગ્રવાલ હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામા
- મયંકે બાળપણની મિત્ર આશિતા સૂદ સાથે લગ્ન કર્યા હતા
- 57 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે મયંક
IPL નો મોસમ જામી છે. જેમાં ક્રિકેટનો જાણીતો ચહેરો મયંક અગ્રવાલ આઈપીએલ 2023માં હ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી રમી રહ્યો છે.
ત્યારે 32 વર્ષીય યુવા ક્રિકેટર મયંક અગ્રવાલ હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક રિપોર્ટ અનુસાર મયંક અગ્રવાલની સંપત્તિ 57 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મયંક અગ્રવાલે તેની બાળપણની મિત્ર આશિતા સૂદ સાથે લગ્ન કર્યા હતા
મયંક અગ્રવાલે તેની બાળપણની મિત્ર આશિતા સૂદ સાથે જૂન 2018 માં લગ્ન કરી લીધા હતા. જે વ્યવસાયે વકીલ છે. નોંધનીય છે કે સ્કૂલના સમયગાળા દરમિયાન બંને ખાસ મિત્રો હતા અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગયો હતો બાદમા બને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આપને જણાવી દઈએ કે આશિતાના પિતા પ્રવીણ સૂદ હાલ કર્ણાટકના ડીજીપી છે. પ્રવીણ સુદ પોલીસ કમિશનર પદ ઉપર રહી ચૂક્યા છે અને હાલ ડીજીપી તરીકે સેવા બજાવી રહ્યા છે.
મયંકે 49 રન કરીને યશસ્વી પ્રદર્શન કર્યું
અત્રે નોંધનિય છે કે બેટ્સમેન મયંક અગ્રવાલ તાજેતરમાં જ પિતા બન્યો છે. ગત ડિસેમ્બર માસમાં મયંકે ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી. મયંકના પુત્રનો જન્મ 8 ડિસેમ્બરે થયો હતો. મયંક અગ્રવાલનું તાજેતરનું ફોર્મ કોઈ વખાણવા લાયક રહ્યું ન હતું. જોકે આજે ( 24 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વતી મયંકે 49 રન કરીને યશસ્વી પ્રદર્શન કર્યું હતું.