fbpx
Tuesday, June 6, 2023

શોકાતુર / પાકિસ્તાનમાં જન્મેલા મશહૂર લેખક તારીક ફતેહનું નિધન, લાંબા સમયથી હતા બીમાર, બોલિવૂડે પણ વ્યક્ત કર્યો શોક

પ્રખ્યાત પત્રકાર અને લેખક તારીક ફતેહનું નિધન
પાકિસ્તાની મૂળનાં હતાં તારીક ફતેહ
દીકરી નતાશાએ આપી મરણ અંગે માહિતી
પાકિસ્તાની મૂળનાં કેનેડિયન લેખક અને સ્તંભકાર તારીક ફતેહનું સોમવારે નિધન થયું છે. તે 73 વર્ષનાં હતાં. લાંબા સમયથી બીમાર હતાં અને આજે તેઓ મૃત્યુ પામ્યાં છે.

તેમની દિકરી નતાશાએ તારીક ફતેહનાં નિધન અંગે માહિતી આપી હતી.

દીકરી નતાશાએ ટ્વિટ કરી આપી માહિતી
તારીકની દીકરી નતાશાએ કહ્યું કે પંજાબનાં શેર, હિંન્દુસ્તાનનાં પુત્ર, કેનેડિયનનાં પ્રેમી, સત્યનાં હિમાયતી, ન્યાય માટે લડનારા, દબાયેલા-કચડાયેલા શોષિત લોકોનો અવાજ, તારીક ફતેહ હવે નથી રહ્યાં. તેમની ક્રાંતિ તે સૌકોઈ સાથે જોડાયેલી રહેશે જે તેમને ઓળખતાં હતાં અને પ્રેમ કરતાં હતાં.

ફિલ્મકાર વિવેક રંજન અગ્નિહોત્રીએ તારીક ફતેહનાં નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે માત્ર એક જ તારિક ફતેહ હતાં.

Related Articles

Latest