fbpx
Saturday, June 3, 2023

અમદાવાદ: અટલ બ્રિજમાં કાચ તૂટયા બાદ ચમક ફિક્કી પડી

  • મુલાકાતીઓ કાચ પર ફરવાની મજા નહી માણી શકે
  • બ્રીજ પરના કાચ આસપાસ સ્ટીલની ગ્રીલ લગાવાઇ
  • કાચ તુટવાની ઘટના બાદ તંત્રએ ગ્રીલ લગાવી

અમદાવાદ અટલ બ્રીજની ચમક ફિક્કી પડી છે. જેમાં મુલાકાતીઓ કાચ પર ફરવાની મજા માણી શકશે નહી. તેમાં બ્રીજ પરના કાચ આસપાસ સ્ટીલની ગ્રીલ લગાવાઇ છે.

તથા કાચ તુટવાની ઘટના બાદ તંત્રએ ગ્રીલ લગાવી છે.

કાચ તુટવાની ઘટના બાદ તંત્રએ ગ્રીલ લગાવી

અમદાવાદના અટલ બ્રિજની કાચ તૂટયા બાદ ચમક ફિક્કી પડી છે. જેમાં હવે અટલ બ્રિજ પર મુલાકાતીઓ કાચ પર ફરવાની મજા હાલ માણી શકતા નથી. મુલાકાતીઓ કાચ પર ચાલી ન શકે તે માટે ગ્રીલ લગાવ્યા છે. જેમાં તંત્રએ અટલ બ્રિજ પર કાચની ફરતે ગ્રીલ લગાવતા પ્રવાસીઓની મજા બગડી છે. એકવાર બ્રિજનો કાચ તૂટ્યા બાદ તંત્રએ બોધપાઠ લીધો છે. હવે આ કાચની જાળવણી કરવા તંત્રએ નવો નુસખો અપનાવ્યો છે. તેથી કાચની ફરતે ગ્રીલ લગાવતા મુલાકાતીઓમાં નિરાશા વ્યાપી છે.

8 સ્થળે 6 ફૂટ બાય 5 ફૂટના ગ્લાસ લગાવ્યા

સાબરમતી નદી ઉપર રૂપિયા 80 કરોડથી વધુના બનાવવામાં આવેલા અટલફૂટ ઓવરબ્રિજ ઉપર વિવિધ સ્થળ પર કાંચ લગાવવામાં આવ્યા છે. આ કાંચ પૈકી એક સ્થળે લગાવેલા કાંચમાં 5 એપ્રિલના રોજ તિરાડ પડતા મ્યુનિ.તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. જેમાં કાચ આસપાસ ગ્રીલ લગાવવા પહેલા તંત્ર દ્વારા જે કાચમાં તિરાડ પડી હતી એ કાચ બદલવામા આવ્યો હતો. અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર અલગ અલગ આઠ સ્થળે છ ફૂટ બાય પાંચ ફૂટના ગ્લાસ લગાવવામા આવેલા છે.

Related Articles

Latest