fbpx
Saturday, June 3, 2023

શનિદોષનું શમન કરશે સંકટમોચન હનુમાનના ઉપાયો ! આજે જ અજમાવો આ સરળ અને સચોટ ઉપાય

વૈદિક ગ્રંથોમાં મંગળવારનો દિવસ ખૂબ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. આ દિવસે રામભક્ત હનુમાન (hanuman) તેમના ભક્તોની સહાય માટે તત્પર રહે છે. જો આપને લાગે કે સફળતા આપના હાથમાંથી નીકળી રહી છે અને આપને ક્યાંય પણ સફળતા નથી મળી રહી તો મંગળવારના કેટલાક ઉપાયો અજમાવો અને આપના બંધ નસીબના તાળા ખોલો.

હનુમાનજી માત્ર એવા ભગવાન છે કે કોઈ ભક્ત તેમને સાચી શ્રધ્ધાથી થોડા સમય માટે પણ તેમને યાદ કરી લે તો હનુમાનજી તેમના દુઃખો દૂર કરી જીવનમાં ખુશીઓ લાવી દે છે. હનુમાનજીને અંજની પુત્ર, બજરંગબલી તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી બધા પાપ નાશ થાય છે અને બધી મુશ્કેલીઓ દૂર થાય છે. કળિયુગમાં પણ હનુમાનજી પૃથ્વી પર વસે છે. ભગવાન હનુમાન ભગવાન રામના મહાન ભક્ત માનવામાં આવે છે.

મંગળવારના દિવસે રામભક્ત હનુમાનજીની સાચા મનથી આરાધના કરવાથી જાતકનું ભાગ્ય ખૂલી જાય છે અને જીવનમાં કોઇપણ વસ્તુની અછત નથી રહેતી.માન્યતા અનુસાર મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે તેમજ મંગળવારને હનુમાનજીનો વાર પણ કહેવાય છે. એટલું જ નહીં મંગળને ઊર્જાનો કારક માનવમાં આવે છે. સંકટ કે સમસ્યાના સમયમાં મનુષ્યની ઊર્જાની હાનિ થાય છે.

માન્યતા અનુસાર જો સંકટગ્રસ્ત મનુષ્ય મંગળવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો કરે છે તો તેની સમસ્યા થોડા જ સમયમાં દૂર થાય છે તેમજ તેને નસીબનો સાથ પણ મળે છે. વૈદિક ગ્રંથોમાં મંગળવારનો દિવસ ખૂબ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. આ દિવસે રામભક્ત હનુમાન તેમના ભક્તોની સહાય માટે તત્પર રહે છે. જો આપને લાગે કે સફળતા આપના હાથમાંથી નીકળી રહી છે અને આપને ક્યાંય પણ સફળતા નથી મળી રહી તો મંગળવારના કેટલાક ઉપાયો કરો. આપને નિશ્ચિતરૂપે લાભ મળશે અને બંધ નસીબના તાળા ખૂલી જશે.

મંગળવારના ઉપાય

⦁ મંગળવાર કે શનિવારના દિવસે સવારે એક દોરામાં ચાર મરચાં નીચે અને 3 મરચાં ઉપર અને વચ્ચે લીંબુ લગાવીને ઘર અને વ્યવસાયના દ્વાર પર લગાવી દો. તેનાથી નકારાત્મકતા સમાપ્ત થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે.

⦁ કાળા તલ, જવનો લોટ અને તેલ મિક્સ કરીને કણક તૈયાર કરો. આ કણકની રોટલી બનાવી તેની પર તેલ અને ગોળ લગાવી દો. હવે જેને નજર લાગી છે તેની ઉપરથી 7 વાર વાળી લઇને આ રોટલી ભેંસને ખવડાવી દો. આ ઉપાય મંગળવાર કે શનિવારના દિવસે કરવો જોઇએ.

⦁ નાનું બાળક જો વધુ પડતું રડી રહ્યું હોય તો મંગળવાર કે રવિવારના દિવસે મોરપીંછ લાવીને જે પલંગ પર બાળક સૂતુ હોય તેમાં લગાવી દો તેનાથી બાળકનું રડવાનું તુરંત જ બંધ થઇ જાય છે.

⦁ નાના બાળકોને સૂતા સમયે ડર લાગતો હોય તો મંગળવાર અથવા રવિવારના દિવસે ફટકડીનો એક ટુકડો બાળકના મસ્તકની નીચે રાખી દો.

⦁ શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જવું અને તેમના શ્રીરૂપના ખભા પરથી સિંદૂર લાવીને નજર લાગી હોય તે વ્યક્તિના મસ્તક પર લગાવવાથી નજરનો પ્રભાવ સમાપ્ત થઇ જાય છે.

⦁ મંગળવારની સાંજે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા અર્પણ કરવી. હનુમાનજીને ખુશ કરવાનો આ સૌથી સરળ અને સચોટ ઉપાય છે.

⦁ જીવનની તમામ સમસ્યાઓના નિવારણ માટે હનુમાનજીના મંદિરમાં જવું અને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો.

⦁ મંગળવારની સાંજે હનુમાન મંદિરમાં જવું અને એક સરસવના તેલનો અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરવો. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ.

⦁ જો આપ શનિદોષથી પીડિત હોવ તો આ દિવસે કાળા અડદ અને કોલસાની એક પોટલી બનાવી લો. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખો. ત્યારબાદ આ પોટલીને પોતાના માથા પરથી ઉતારીને કોઇ નદીમાં પ્રવાહિત કરી દો અને પછી કોઇ હનુમાન મંદિરમાં જઇને રામનામનો જાપ કરો તેનાથી શનિદોષનો પ્રભાવ ઓછા થાય છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાના આ અચૂક ઉપાય છે જે ખાસ કરીને આપની દરેક સમસ્યાનું સમાધાન લાવીને આપની તમામ મનોકામનાની પૂર્તિ કરશે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

Latest