વૃષભ રાશિમાં બુધ તથા સૂર્યની યુતિ બનવા જઈ રહી છે. સૂર્ય તથા બુધની યુતિથિ બુધાદિત્ય યોગનો સંયોગ બની રહ્યો છે. આ સંયોગથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે.
શુક્રની રાશિ વૃષભમાં બુધાદિત્ય યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધાદિત્ય યોગને અત્યંત શુભ માનવામાં આવ્યો છે. માન્યતા છે કે જે જાતકની કુંડળીમાં આ રાજયોગ બને છે, તેને માન-સન્માનની સાથે અપાર સુખ-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. 15 મેએ સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 7 જૂને બુધ પણ આ રાશિમાં પ્રવેશ કરશે. બુધ તથા સૂર્યના વૃષભ રાશિમાં મળવાથી બુધાદિત્ય યોગનું નિર્મામ થશે. જાણો આ યોગથી ક્યા જાતકોને લાભ થશે.
વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકોને બુધાદિત્ય યોગથી સૌથી વધુ લાભ મળશે કારણ કે આ યોગ તમારી રાશિમાં બનવાનો છે. આ દરમિયાન કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. આત્મવિશ્વાસ વધશે. પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો. આવકની સાથે પ્રમોશન મળી શકે છે. કુંવારા લોકોને લગ્નનો યોગ્ય પ્રસ્તાવ મળી શકે છે.
સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે બુધાદિત્ય યોગ શુભ સાબિત થશે. આ દરમિયાન નોકરી કરનાર જાતકોને જબરદસ્ત લાભ મળશે. વેપારીઓને નફો થશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. તમારી કાર્યશૈલીમાં સુધાર થશે. આ દરમિયાન તમે જે કામ કરશો તેમાં સફળતા હાસિલ કરશો.
કર્ક રાશિઃ કર્ક રાશિના લોકો માટે બુધાદિત્ય રાજયોગ અત્યંત શુભ રહેવાનો છે. આ દરમિયાન તમને નવા માર્ગથી ધનલાભ થશે. જૂના સાધનથી પૈસા આવશે. વેપારીઓ માટે આ સમય લાભકારી રહેવાનો છે. આ દરમિયાન કાર્યસ્થળ પર તમારી પ્રગતિ થઈ શકે છે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)