હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે શનિદેવ આપણા કર્મોના આધારે ફળ આપે છે. તેવામાં જો તમે શનિની સાડાસાતી કે પનોતીથી પીડિત છો તો આજે અમે તમને શનિદેવની પૂજાના કેટલાક એવા ઉપાય જણાવી રહ્યાં છીએ, જેને શનિ જયંતિના દિવસે કરવાથી તમને શનિના પ્રકોપથી મુક્તિ મળશે.
ક્યારે છે શનિ જયંતિ
શનિ જયંતિ હિંદુ કેલેન્ડરના જેઠ મહિનાના નવા ચંદ્રના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 19મી મે છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો તમે શનિ જયંતિના દિવસે કેટલાક ઉપાય કરશો તો તમને શનિના પ્રકોપથી મુક્તિ મળશે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે…
જો તમે શનિની સાડાસાતીથી પીડિત છો તો શનિ જયંતિના દિવસે સાંજે ઘરની પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવો. ત્યારબાદ ઉં શં અભયહસ્તાય નમઃ મંત્રનો જાપ કરો. ત્યારબાદ કાળા તલ અને સરસવના તેલનું દાન કરો.
જો તને શનિની પનોતીથી પીડિત છો તો શનિ જયંતિના દિવસે 11 માળા ‘ઉં શં શનૈશ્વરાય નમઃ’ મંત્રનો જાપ કરો. ત્યારબાદ શની ચાલીસા અને શનિદેવની આરતી કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને પોતાના પ્રકોપથી મુક્તિ આપશે.
જો તમે શનિની સાડાસાતી કે પનોતીથી પીડિત છો તો શનિ જયંતિના દિવસે શનિ મંદિર જઈને શનિ દેવની ઉપાસના કરો. ત્યારબાદ કાળા અળદ તથા કાળા તલનું દાન કરો. આમ કરવાથી શનિની સાડાસાતી અને પનોતીથી રાહત મળે છે.
જો તમારો જન્મ શનિવારના દિવસે થયો છે તો શનિ જયંતિના દિવસે જરૂરીયાત મંદને ભોજન કરાવો અને તેને જરૂરીયાતની વસ્તુ તથા વસ્ત્રોનું દાન કરો.
શનિ જયંતિના દિવસે પલાળેલા કાળા ચણા, કાચો કોલસો અને લોખંડનું એક પાન કપડામાં બાંધીને નદીમાં વહાવી દો. આમ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)