શનિને ન્યાયના દેવતા અને કર્મફળના દાતા માનવામાં આવે છે
શનિદેવના વક્રીના કારણે માનવ જીવન પર વ્યાપક અસર
કેટલીક રાશિના જાતકો પર નકારાત્મક અસર થઈ શકે
વેદ શાસ્ત્રોમાં ભગવાન શનિને ન્યાયના દેવતા અને કર્મફળના દાતા માનવામાં આવે છે. શનિદેવ તમામ વ્યક્તિને કર્મ અનુસાર શુભ અશુભ ફળ પ્રદાન કરે છે. જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવની કુદ્રષ્ટિ પડે તો શારીરિક, માનસિક તથા આર્થિક રૂપે હાનિ થઈ શકે છે.
શનિ ગોચર, અસ્ત ઉદય અને માર્ગી તથા વક્રીની માનવ જીવન પર વ્યાપક અસર પડે છે. 17 જૂનના રોજ શનિદેવ રાત્રે 10:48 વાગ્યે વક્રી થવા જઈ રહ્યા છે, જેથી શનિદેવ હવે વક્રી ચાલ ચાલશે. શનિની ઉલ્ટી ચાલને કારણે કેટલીક રાશિના જાતકો પર નકારાત્મક અસર થઈ શકે છે.
- મેષ- કાર્યમાં લોકોથી અલગ થઈ શકાય છે, જે પણ મુશ્કેલીઓ આવે તેનું યોગ્ય નિવારણ લાવો.
- વૃષભ- આરોગ્યની સમસ્યા થઈ શકે છે. કેટલાક પ્રયોગને યોગ્ય બનાવવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે ઈચ્છા થઈ શકે છે.
- મિથુન- સમજી વિચારીને નિર્ણય લેવો. જે બાબતોમાં વધુ સમય લાગતો હોય તેમાં સમજી વિચારીને તાલમેલ બેસાડવો.
- કર્ક- પરિવારમાં એકતા જાળવી રાખો. ઘરના લોકો સાથે બોલાચાલી થઈ શકે છે.
- સિંહ- જૂના મિત્રો તથા સંબંધીઓ સાથે સંબંધ મજબૂત કરવા માટે મહેનત કરો.
- કન્યા- નોકરી જવા માટેનો ડર રહી શકે છે.
- તુલા- નાણાંકીય સંપત્તિ તથા દેવા સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે.
- વૃશ્વિક- અંગત સંબંધોમાં અસ્થિરતા આવી શકે છે. શનિની ઉલ્ટી ચાલના કારણે તમારા જીવન પર નકારાત્મક અસર પડી શકે છે.
ઉલ્ટી ચાલ-
જ્યારે કોઈ વ્યક્તિની સહી યોગ્ય ના હોય તો તે વ્યક્તિ શનિની ઉલ્ટી ચાલનો શિકાર છે, તેવું કહી શકાય છે. શનિ પ્રત્યે સંવેદનશીલ રહેવું. તમામ બાબતોએ ગંભીરતા જાળવતા શીખવું જોઈએ.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)