fbpx
Tuesday, June 6, 2023

WTC ફાઈનલ અંગે લેવાયો મહત્ત્વનો નિર્ણય, આ બોલથી રમાશે ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા મેચ

  • WTCની બીજી સિઝનની મેચ 7 જૂનથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે WTCની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે આ મેચમાં ડ્યુકને બદલે ઓસ્ટ્રેલિયન કૂકાબુરા બોલનો ઉપયોગ કરાશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિની ફાઈનલ મેચ 7 જૂનથી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે.

ભારતીય ટીમ પહેલી વખત ઇંગ્લેન્ડમાં ડ્યુક બોલ વિના ટેસ્ટ ફોર્મેટમાં મેચ રમવા મેદાન પર ઉતરશે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની આ મેચમાં ડ્યુકને બદલે ઓસ્ટ્રેલિયન વેરિઅન્ટના કૂકાબુરા બોલનો ઉપયોગ કરવામાં આવશે.

વર્ષ 2021માં જ્યારે WTCની પહેલી સિઝનની ફાઈનલ મેચ રમાઈ હતી, ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ડ્યુક બોલથી રમી હતી. છેલ્લા કેટલાક સમયથી કાઉન્ટી ટીમો દ્વારા ડ્યુક્સ બોલની ગુણવત્તા બગડી હોવાની ફરિયાદો કરવામાં આવી છે. આ કારણોને ધ્યાનમાં રાખીને બંને ટીમો ડ્યુક્સની જગ્યાએ કૂકાબુરા બોલથી રમવા માટે સંમત થઈ છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પણ પોતાના એક નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પોન્ટિંગે કહ્યું કે ICCએ WTC ફાઈનલ માટે ડ્યુકની જગ્યાએ કૂકાબુરા બોલના ઉપયોગ માટે પોતાની સંમતિ આપી દીધી છે.

આ મુકાબલો ભારતીય ટોપ ઓર્ડર વર્સેસ ઓસ્ટ્રેલિયન પેસ એટેક હશે

રિકી પોન્ટિંગે આઈસીસી ઈવેન્ટમાં આ ઐતિહાસિક મેચ વિશે કહ્યું કે તેમના મતે તે ભારતીય ટોપ ઓર્ડર અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલિંગ આક્રમણ વચ્ચે હશે. ઘણીવાર આપણે ભારતીય સ્પિનરો અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો વચ્ચેની સ્પર્ધાની વાત કરીએ છીએ. પરંતુ ઓવલની સ્થિતિને ધ્યાનમાં લેતા આ તમામ બાબતોમાં બહુ ફરક પડતો નથી. પોન્ટિંગે ઓવલની વિકેટ વિશે આગળ કહ્યું કે જ્યારે હું ત્યાં રમ્યો હતો ત્યારે બેટિંગના શરૂઆતના સમયમાં પીચ ખૂબ જ સારી રીતે રમે છે. આ પછી જેમ-જેમ રમત આગળ વધે છે, સ્પિન બોલરોને થોડી મદદ મળવા લાગે છે.

Related Articles

Latest