fbpx
Tuesday, June 6, 2023

ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવશે: ઘરે બનાવો ચણાના લોટમાંથી આ હેલ્ધી ફેસ પેક, ખીલી ઉઠશે સ્કિન

સામાન્ય રીતે ચહેરા પર ગ્લો લાવવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ લેતા હોય છે.

આ સાથે અનેક પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સનો યુઝ કરે છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ ટાઇપ્સની ટ્રિટમેન્ટ અને બ્યૂટી પ્રોડક્ટ્સમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે જે સ્કિનને અનેક રીતે નુકસાન કરે છે. પરંતુ તમે ઘરેલુ નુસખાઓથી સ્કિનની કેર કરો છો તો કોઇ સાઇડ ઇફેક્ટ્સ થતી નથી અને સ્કિન મસ્ત થાય છે.

આમ,વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ક્યાંક બહાર જવાનું થાય ત્યારે ગ્લોઇંગ સ્કિન માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. આમ, તમે ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ઇચ્છો છો તો બેસન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ચણાના લોટમાંથી તમે ફેસ પેક બનાવો છો અને ફેસ પર લગાવો છો તો ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે અને સાથે સ્કિન પણ મસ્ત થાય છે. તો જાણો ઘરે કેવી રીતે ચણાના લોટમાંથી ફેસ પેક બનાવશો.

ચણાના લોટમાં અનેક પ્રકારના ગુણો રહેલા હોય છે. આમ, તમે જ્યારે ઘરની બહાર નિકળો ત્યારે ખાસ કરીને ચણાના લોટનો આ ફેસ પેક લગાવો. આ હેલ્ધી સ્કિન માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લો અને એમાં એક ચમચી મધ મિક્સ કરો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરીને સ્મૂધ પેક બનાવો.

હવે આ પેકને ચહેરા પર લગાવો અને સૂકાવા દો. ફેસ પર સુકાઇ જાય એટલે ચહેરાને પાણીથી ધોઇ લો. ચહેરો ધોયા પછી મોઇસ્યુરાઇઝર જરૂર લગાવો. તમે ઇચ્છો છો તો આ ફેસ પેકનો રૂટિનમાં પણ ઉપયોગ કરી શકો છો કારણકે આ એકદમ નેચરલ છે. આ પેક તમારા માટે બેસ્ટ સાબિત થાય છે.

આ પેક તમે રેગ્યુલરલી ફેસ પર લગાવો છો તો ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે. આ ફેસ પેક તમારા ફેસ પરની અનેક સમસ્યાઓને દૂર કરે છે. આ પેકથી કાળા ડાઘા પણ દૂર થઇ જાય છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી..)

Related Articles

Latest