ગ્રહોના રાજા સૂર્ય દર મહિને એક રાશિથી બીજી રાસિમાં પ્રવેશ કરે છે. આ રીતે સૂર્યને એક રાશિ ચક્ર પૂરું કરવામાં લગભગ એક મહિનો લાગે છે. સૂર્યના રાશિ પરિવર્તનનો તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. સૂર્ય હાલ વૃષભ રાશિમાં છે. 15 જૂનથી સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
ગ્રહોના રાજા સૂર્ય દર મહિને એક રાશિથી બીજી રાસિમાં પ્રવેશ કરે છે. આ રીતે સૂર્યને એક રાશિ ચક્ર પૂરું કરવામાં લગભગ એક મહિનો લાગે છે. સૂર્યના રાશિ પરિવર્તનનો તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. સૂર્ય હાલ વૃષભ રાશિમાં છે. 15 જૂનથી સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં સૂર્ય 32 દિવસ સુધી રહેશે. 17 જુલાઈના રોજ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ કઈ રાશિવાળાઓને ફાયદો કરાવશે તે ખાસ જાણો.
મેષ રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન મેષ રાશિવાળા માટે લકી સાબિત થશે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા ઘરમાં શુભ અને માંગલિક કાર્યો થઈ શકે છે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે. વેપારીઓને લાભ થશે.
કન્યા રાશિ
ગ્રહોના રાજા સૂર્યનું ગોચર કન્યા રાશિવાળા માટે લાભકારી સાબિત થશે. આ સમયગાળામાં તમારે નોકરી સંબંધિત સારા સમાચાર મળી શકે છે. વેપાર કરનારા જાતકોને મુનાફો થશે. બિઝનેસમાં વિસ્તારની તક મળશે. ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે. ઓફિસમાં તમારી પ્રશંસા થઈ શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે સૂર્યનું ગોચર ઉન્નતિ લઈને આવશે. આ દરમિયાન તમને ઓફિસમાં પ્રમોશનની સાથે સાથે આવકમાં વધારો પણ મળી શકે છે. વેપારીઓ માટે સારો સમય રહેવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને શુભ સમાચાર મળશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)