Saturday, September 23, 2023

માત્ર 10 રૂપિયા ખર્ચીને ઘરે બનાવો હેર સીરમ, વાળ બનશે જાડા અને સિલ્કી

આજની લાઇફસ્ટાઇલ, ખાનપાન અને વધતું પ્રદૂષણ તમારા સ્વાસ્થ્યની સાથે સાથે વાળ પર પણ ખૂબ જ ખરાબ અસર કરે છે. તેનાથી તમારા વાળ પાતળા, ડ્રાય, સફેદ, ડેન્ડ્રફ અને ચીકણા દેખાય છે. આ ઉપરાંત વાળમાં ખોડાની સમસ્યા પણ જોવા મળે છે.

આ વાળને મજબૂતી આપવા માટે હેર સીરમનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખૂબ જ મોંઘા આવે છે.

આવી સ્થિતિમાં વાળની ​​દરેક સમસ્યાને દૂર કરવા માટે આજે અમે તમારા માટે ડુંગળીનું હેર સીરમ લાવ્યા છીએ. જેને અજમાવવાથી તમારા વાળનો ગ્રોથ સારો થાય છે.

આ સીરમની મદદથી લાંબા, જાડા અને મજબૂત વાળ મેળવવાનું તમારું સપનું પણ સાકાર થાય છે. ડુંગળીમાં સારી માત્રામાં સલ્ફર હોય છે, તેથી તેના ઉપયોગથી તમારા વાળ ખરતા અટકે છે. આ સિવાય ડુંગળી તમારા વાળને અકાળે સફેદ થવાથી પણ બચાવે છે, તો ચાલો જાણીએ કે હેર સીરમ કેવી રીતે બનાવવું.

તેવામાં આજે અમે તમને ફક્ત 10 રૂપિયા ખર્ચીને હેર સીરમ બનાવતા શીખવીશું. આ સીરમને ઘરે બનાવવું એકદમ સરળ છે. તેનો ઉપયોગ કરીને તમે તમારા વાળને જડમૂળથી મજબૂત બનાવી શકો છો. તો ચાલો તમને હેર સીરમ બનાવવાનું શીખવીએ.

હેર સીરમ બનાવવા માટે જરૂરી સામગ્રી: હેર સીરમ બનાવવા માટે તમારે 3 નાની ડુંગળી, 3થી 4 ચમચી ચાની ભુક્કી, એક ગ્લાસ પાણી, સ્પ્રે બોટલ વગેરેની જરૂર પડશે.

હેર સીરમ બનાવવાની રીત: ઘરે હેર સીરમ બનાવવું ખૂબ જ સરળ છે. તેના માટે તમારે સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી લઇને તેને ગરમ કરો. હવે તેમાં ચાની ભુક્કી નાંખીને ઢાંકી દો.

આ વચ્ચે ડુંગળીને છોલીને તેના નાના-નાના ટુકડા કરી લો. હવે તેને ઉકળતા પાણીમાં નાંખી દો. તેને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી ઉકળવા દો. સારી રીતે આ પાણી ઉકળી જાય પછી તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો.

જ્યારે આ પાણી ઠંડુ થઇ જાય તો તેને ગાળી લો અને સ્પ્રે બોટલમાં ભરી દો. બસ તમારુ હોમમેડ હેર સીરમ તૈયાર છે. તેના માટે તમારે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. જ્યારે પણ આ હેર સીરમનો યુઝ કરો તેની પહેલા હેર વોશ કરી લો તે પછી જ સીરમનો ઉપયોગ કરો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી..)

Related Articles

Latest