વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઇ રહી છે. તેવામાં ઓસ્ટ્રેલિયાનો બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો.
તે જ સમયે ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમનો વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો છે . ઈશાન કિશન ઘાયલ થયાની સત્તાવર માહિતી હજુ સામે નથી આવી.
કિશન મેચ નહીં રમે તો ઇન્ડિયાની ટીમ પર કેવી અસર થશે?
મળતી માહિતી મુજબ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઇ રહી છે. તેવામાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ઈશાન કિશન ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. કિશન ઘાયલના કારણે બહાર થાય છે, તો ટીમ ઈન્ડિયા માટે ગંભીર અસર થઇ શકે છે. ટીમનો પ્રતિભાશાળી વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત પણ ઈજાના કારણે બહાર છે. એક સ્પોર્ટ્સ રિપોર્ટ અનુસાર ઈશાન કિશન બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જોકે તેની ઈજા બહુ ગંભીર નથી. પરંતુ આ ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી વધારવાનું કારણ બની શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચ માટે ઈન્ડિયા ટીમએ કિશન અને કેએસ ભરતને વિકેટકીપર બેટ્સમેન તરીકે સામેલ કર્યા છે.
કિશનની જગ્યાએ કેએસ ભરતને મળી શકે છે તક
ભરત ડોમેસ્ટિક મેચોમાં પ્રભાવશાળી દેખાવ કરી રહ્યો છે. જો કે તે હજુ સુધી ઘણી આંતરરાષ્ટ્રીય મેચો રમી શક્યો નથી. ભારતે 4 ટેસ્ટમાં 101 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 44 રન કર્યા હતા. જો કિશનની તબિયત સારી નથી તો તેની જગ્યાએ કેએસ ભરતને તક મળવાની શક્યતા જણાઇ રહી છે. શ્રીકર ભારતે ફર્સ્ટ ક્લાસ મેચોની 141 ઇનિંગ્સમાં 4,808 રન બનાવ્યા છે. તે દરમિયાન તેણે 9 સદી અને 27 અડધી સદી ફટકારી છે. તેણે ત્રેવડી સદી પણ ફટકારી છે. ભારતનો સર્વશ્રેષ્ઠ સ્કોર 308 રન છે. તેણે લિસ્ટ Aની 64 મેચમાં 1950 રન બનાવ્યા છે. ભરતે આ ફોર્મેટમાં 6 સદી અને 6 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 161 રહ્યો છે.