દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું બાળક અભ્યાસમાં ઝડપી બને. આ માટે તેઓ બાળકનું દરેક પ્રકારે ધ્યાન રાખે છે ત્યારે બાળકના આહાર પર ધ્યાન આપવું પણ તેટલું જ જરૂરી છે, કારણ કે પોષક તત્વોથી ભરપૂર ખોરાક શરીરની વૃદ્ધિ તેમજ મગજ માટે જરૂરી છે. કેટલાક ખોરાક ખાસ કરીને મગજના સ્વાસ્થ્ય માટે હોય છે. જે તમારા બાળકોની યાદશક્તિ વધારવામાં મદદ કરી શકે છે.
આ માટે બાળકોને આવા ખોરાક જરૂરથી ખવડાવવા જોઈએ.
બાળકોના મગજ માટે જરૂરી પોષક તત્વો
બાળકોના મગજના વિકાસ માટે કોલિન, ફોલેટ, આયોડિન, આયર્ન, પ્રોટીન, વિટામિન-એ, ડી, બી-6 અને બી-12, ઝીંક, ઓમેગા-3 ફેટી વગેરે જેવા પોશાક તત્વો મળવા ખૂબ જરૂરી છે. ચોક્કસ ખોરાકમાં હાજર આવશ્યક પોષક તત્વો મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓને બાળકથી દૂર રાખે છે, વૃદ્ધિમાં વધારો કરે છે અને મગજને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
નટ્સ અને સીડ્સ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ અને ઓમેગા-3થી સમૃદ્ધ સુપરફૂડ છે. મગજના વિકાસ માટે આ બંને વસ્તુઓ જરૂરી છે. પિસ્તામાં હાજર ફાયટોકેમિકલ લ્યુટીન યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. કોળાના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે મગજનું રક્ષણ કરે છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં ફોલેટ, ફ્લેવોનોઈડ્સ, કેરોટીનોઈડ્સ અને વિટામિન E અને K હોય છે. આ તમામ વસ્તુઓ બાળકોના મગજના સ્વાસ્થ્ય માટે સારી છે.
કઠોળમાં મેગ્નેશિયમ, ઝીંક, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફોલેટ હોય છે. આ તમામ બાળકોના મગજના સ્વાસ્થ્યને વધારવામાં મદદ કરે છે. અનાજ જેવા કે ઘઉં, જવ, ચોખા, રાજગીરા, ઓટ્સ વગેરે વિટામિન-બીનો સારો સ્ત્રોત હોવાથી મગજના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે.
દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે પાચન માટે સારું હોય છે. પરંતુ તે તમારા મગજને પણ ફિટ રાખે છે. દહીં ખાવાથી હેપ્પી હોર્મોન સેરોટોનિનનું સ્તર વધે છે, જેનાથી તણાવ ઓછો થાય છે. દહીં આયોડિનથી ભરપૂર હોય છે અને મગજના વિકાસ માટે જરૂરી છે. આયોડિનથી ભરપૂર હોવા ઉપરાંત, દહીંમાં પ્રોટીન, ઝિંક, બી વિટામિન અને સેલેનિયમ પણ હોય છે, જે મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એટલા માટે તમારા બાળકને દરરોજ 1 કપ દહીં ખવડાવો.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી..)