Saturday, September 23, 2023

રાતોરાત ભાગ્ય ચમકાવશે તાંબાનો લોટો, બસ રાત્રે છુપાઈને કરી લો આ કામ

જ્યોતિષ શાસ્ત્રમાં તાંબાના લોટાનું વિશેષ મહત્વ હોય છે. તાંબાના વાસણને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તાંબાના લોટાના ટોટકે રાતોરાત ભાગ્ય ચમકાવી શકે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને તાંબાની સાથે જોડાયેલા કેટલાક ટોટકે જણાવી રહ્યાં છીએ, જેના કરવાથી મુશ્કેલીથી છુટકારો મેળવી શકાય છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં તાંબાનું વાસણ પવિત્ર માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કરવા માટે તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે. તાંબાના લોટામાં રાખેલું પાણી પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. આ સિવાય જ્યોતિષ શાસ્ત્રમાં તાંબાના લોટાથી ભગવાનને સૂર્યને જળ અર્પિત કરવાનું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તાંબા સાથે જોડાયેલા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને જીવનમાંથી ઘણી સમસ્યા દૂર કરી શકાય છે.   

કામમાં આવી રહેલા વિઘ્ન માટે ઉપાય

જો તમારા કામમાં વારંવાર વિઘ્ન આવી રહ્યાં છે કે કામ પૂરા થતા નથી કે કામમાં સફળતા મળી રહી નથી, તો તાંબાના લોટામાં ચપટી ભરી સિંદૂર નાખીને સુવા સમયે પાસે રાખો. હવે સવારે ઉઠીને આ પાણીને તુલસીને અર્પિત કરી દો. આમ કરવાથી તમારા અટવાયેલા કામ પૂરા થઈ જશે. 

ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે

નકારાત્મકતા દૂર કરવા માટે રાત્રે તાંબાના લોટામાં પાણી ભરી લો. તેને રાત્રે સુવા સમયે તમારી નજીક રાખો. સવારે ઉઠીને આ પાણી કોઈ છોડમાં રેડી દો. આમ કરવાથી નકારાત્મકતા દૂર થઈ જશે. 

ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે

શાસ્ત્રો અનુસાર ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે સવારે સ્નાન કર્યા બાદ એક તાંબાના લોટામાં સિંદૂર અને ચોખા મુકી સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

આર્થિક તંગી દૂર કરવા માટે

આર્થિક તંગી દૂર કરવા માટે તાંબાના લોટાથી એક મહિના સુધી સૂર્યદેવને જળ ચઢાવી દેવું જોઈએ. આમ રોજ કરવાથી તમારી આર્થિત તંગી દૂર થવા લાગશે. 

માનસિક તણાવથી છુટકારો મેળવવા માટે

માનસિક તણાવને દૂર કરવા માટે પણ તાંબાનો લોટો તમને મદદ કરશે. તે માટે તમારે દરરોજ સુતા પહેલા તાંબાના લોટામાં પાણી ભરી બેડની નીચે રાખીને સુઈ જાવ. પછી સવારે ઉઠીને આ પાણીને કોઈ ઝાડ કે છોડમાં રેડી દો. 

પૈસા ટકતા નથી તો આ કરો

જો તમારી પાસે પૈસા રહેતા નથી કે ખુબ ખર્ચ થાય છે તો તે માટે તાંબાના લોટામાં પાણી ભરી દરરોજ સૂર્યને અર્ધ્ય આપો. આમ સતત 40 દિવસ સુધી કરવાથી તમને ફાયદો થશે. 

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

Latest