જેટલી ઝડપથી વજન વધે છે, તેટલી સરળતાથી વજન ઓછું થઈ શકતું નથી. પેટ અને કમર પર જામેલી ચરબી સરળતાથી ઓગળતી નથી. કેટલાક આયુર્વેદિક હર્બ્સયુક્ત પત્તીની મદદથી આ ચરબી ઓગળી શકે છે. લો કેલરી ડાયટ, શુગરનું સેવન ન કરવું તથા દરરોજ 30 મિનિટ ઝડપથી ચાલવું અને બ્રશ કર્યા વગર ચા પીવાથી એક મહિનામાં 3 કિલો વજન ઓછું થઈ શકે છે. આ પત્તીના કારણે કોલસ્ટ્રોલ, યૂરિક એસિડ તથા ડાયાબિટીસની સમસ્યાથી રાહત મળે છે. અહીં અમે તમને તે પત્તી એટલે કે મોરિંગા (સરગવો) અને કોથમીર વિશે જણાવી રહ્યા છીએ.
પત્તીઓના ઔષધીય ગુણ
સરગવાના પાન- સરગવાના પાનમાં ક્લોરોજેનિક એસિડ સહિત એન્ટી ઓક્સિડેન્ટ રહેલા હોય છે, જેની મદદથી સરળતાથી વજન ઓછું થવા લાગે છે. ચરબી પણ ઝડપથી ઓગળવા લાગે છે અને બ્લડ શુગર નિયંત્રિત રહે છે. બ્રશ કર્યા વગર સરગવાની ચાનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટે છે. વજન ઓછું કરવું, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા અસ્થમાની સમસ્યામાં પણ લાભકારી છે.
કોથમીર- કોથમીરનું સેવન કરવાથી મેટાબોલિઝમમાં વૃદ્ધિ થાય છે અને વજન પણ ઓછું થાય છે. કોથમીરના પાન વિટામીન એ, વિટામીન સી તથા એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેમાં જરૂરી પોષકતત્વો તથા છ પ્રકારના એસિડ હોય છે, જે શરીર, ત્વચા તથા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કોથમીરના પાનમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે તથા તે એનીમિયા માટે ફાયદાકરાક છે. કોથમીરના પાણીથી શરીર હાઈડ્રેટ રહે છે તથા પ્રાકૃતિક ઠંડક પ્રદાન કરે છે.
કોથમીર અને સરગવાની ચા બનાવવાની રીત
એક મુઠ્ઠી ધાણા અને સરગવાના પાન આખી રાત પાણીમાં પલાળી રાખવા અને બીજા દિવસે સવારે 5 વાર ઉકાળીને તેની ચા બનાવીને તેનું સેવન કરવું. આ ચામાં તમે આદુ પણ ઉમેરી કરી શકો છો.
કોથમીર અને સરગવાની ચાના ફાયદા
પાચનમાં સહાયક
વજન ઓછું કરવા માટે પાચનતંત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ધાણા અને સરગવાના પાન પાચક એન્ઝાઈમ તથા સ્ત્રાવને ઉત્તેજિત કરવા માટે પ્રચલિત છે. જે પાચન અને પોષક તત્ત્વોના અવશોષણને વૃદ્ધિ આપે છે.
મેટાબોલિઝમમાં વૃદ્ધિ
ધાણા અને સરગવાના પાનમાં કેરસેટિન નામનું યૌગિક હોય છે, જે મેટાબોલિઝમ ઉત્તેજિત કરે છે. જેથી શરીરમાં ચરબી ઓગળવા લાગે છે. ધાણાના પાનનું સેવન કરવાથી મેટાબોલિઝમમાં પ્રાકૃતિક રીતે વૃદ્ધી થાય છે અને ઝડપથી વજન ઓછું થાય છે.
ભૂખ ઓછી લાગે છે
ધાણા અને સરગવાના પાનમાં પ્રાકૃતિક રીતે ભૂખ ઓછી કરવાના ગુણ રહેલા હોય છે. ધાણાના પાણીનું સેવન કરવાથી પેટ વધુ સમય સુધી ભરેલુ રહે છે. કેલરીયુક્ત ખાદ્ય પદાર્થ તથા બિનજરૂરી નાસ્તો કરવાની ક્રેવિંગ ઉત્પન્ન થતી નથી.
બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે
અસ્થિર બ્લડ શુગર લેવલના કારણે ભૂખ વધુ લાગે છે. ધાણા અને સરગવાના પાણીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. જેથી બ્લડ શુગર લેવલ વધ ઘટ થતું નથી અને ભૂખ વધુ લાગતી નથી.
પ્રાકૃતિક મૂત્રવર્ધક
ધાણા અને સરગવાના પાનની પ્રકૃતિ મૂત્રવર્ધક હોય છે. શરીરમાંથી વધારાનું તરલ પદાર્થ બહાર નીકળી જાય છે. ધાણાના પાનનું પાણી એક ડિટોક્સ ડ્રિંક છે, જેનાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)