બુદ્ધિનો કારક ગ્રહ બુધે 7 જૂનની સાંજે 7 કલાક 58 મિનિટ પર રાશિ પરિવર્તન કર્યું છે. મેષ રાશિમાંથી નિકળીને બુધનું ગોચર વૃષભ રાશિમાં થયું છે. પંચાગ અનુસાર વૃષભ રાશિમાં રહેતા બુધનો અસ્ત 21 જૂને સવારે 4 કલાક 35 મિનિટ પર થશે. બુધ ગ્રહ 21 જૂનથી અસ્ત થઈને 12 જુલાઈએ રાત્રે 8 કલાક 14 મિનિટ સુધી અસ્તાવસ્થામાં રહેશે. ત્યારબાદ તેમનો ઉદય થશે. બુધના અસ્ત થવાથી ત્રણ રાશિના જાતકોના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જાણો કઈ રાશિ પર બુધ અસ્તનો નકારાત્મક
વૃષભ

આ સમયે બુધ ગ્રહ તમારી રાશિમાં બિરાજમાન છે અને તેમાં અસ્ત થઈ રહ્યો છે. તેવામાં બુધ અસ્તનો નકારાત્મક પ્રભાવ તમારા પર જોવા મળી શકે છે. નોકરી કરનાર જાતકોનું પ્રમોશન અટકી શકે છે. પરિવારમાં કલહથી માનસિક અશાંતિ રહેશે. તણાવને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

21 જૂનથી 12 જુલાઈ વચ્ચે તમારા ખર્ચ વધશે. ખોટા ખર્ચને કારણે બચત પ્રભાવિત થશે. આર્થિક પક્ષ નબળો પડી શકે છે. આ સ્થિતિમાં તમે શાંતિ અને ધૈર્યથી કામ લો. તણાવથી બચવા યોગ અને પ્રાણાયમ કરી શકો છો.
કર્ક

બુધ અસ્ત થવાથી તમારી રાશિના જાતકોએ કરિયરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પ્રમોશન અને પગાર વધારાને લઈને સમસ્યા ઉભી થઈ શકે છે. તમારૂ મન બેચેન રહેશે. કામમાં મન લાગશે નહીં. બિઝનેસ સાથે જોડાયેલા જાતકોએ રોકાણથી બચવું પડશે કારણ કે તમને નુકસાન થઈ શકે છે. બિઝનેસમાં ખોટ થઈ શકે છે.

બુધને કારણે તમારી આર્થિક સ્થિતિ પ્રભાવિત રહેશે. આવક ન વધવાને કારણે તમે પરેશાન થઈ શકો છો. તમાવી લવ લાઇફ પણ તણાવપૂર્ણ રહી શકે છે. પાર્ટનરની સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખો.
સિંહઃ

બુધના અસ્ત થવાને કારણે તમને ભાગ્યનો સાથ મળશે નહીં. સફળતા માટે વધુ મહેનત કરવી પડશે. કરિયરને લઈને ચિંતા થઈ શકે છે. નોકરીમાં સહકર્મીઓનો સહયોગ ન મળતા કામ અટવાય શકે છે. તેને લઈને બોસ સાથે પણ તમાવ થઈ શકે છે.

આ દરમિયાન ખોટા ખર્ચા પર નિયંત્રણ રાખો બાકી પૈસા ઉછીના લેવાની સ્થિતિ આવી શકે છે. ખાવાપીવાને લઈને ધ્યાન રાખો, બાકી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)