Saturday, September 23, 2023

શું તમે પણ ચા સાથે બિસ્કિટ ખાઓ છો? આજે જ કરી દેજો બંધ, ડોકટરોએ આપ્યું આવું મોટું કારણ

આપણાં ઘરમાં અથવા આસપાસમાં તમે એવા અઢળક લોકો જોયા હશે જે ચા અને બિસ્કિટ એકસાથે ખાવાનું પસંદ કરે છે.

કેટલાક લોકો માને છે કે ખાલી પેટ ચા પીવા કરતાં બિસ્કિટ સાથે ખાઈ લેવાથી એસિડિટી થતી નથી. તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ કોમ્બિનેશન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

જાણો હેલ્થ એક્સપર્ટસ્ શું કહે છે?
ચા-બિસ્કિટ ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ કારણકે બિસ્કિટ બનાવવા માટે રિફાઈંડ ફ્લોર અને હાઈડ્રોજન ફેટ્સ યૂઝ કરવામાં આવે છે. જેના કારણે વજન વધવા લાગે છે.

ચહેરા પર કરચલીઓ
આજે યુવાનોને પણ એવી બીમારી અને તકલીફોનો સામનો કરવો પડે છે જે મોટાભાગે 50 ની ઉંમર પછી લોકોને થતી હોય છે. નાની ઉંમરે ચહેરા પર કરચલીઓ આવવા પાછળ ખરાબ લાઈફસ્ટાઈલની સાથે-સાથે ચા-બિસ્કિટનું કોમ્બિનેશન પણ હોય છે. બિસ્કિટમાં રિફાઈંડ શુગરમાં કોઈપણ પ્રકારનું પૌષ્ટિક તત્વ હોતું નથી જેના કારણે સ્કીન પર કરચલીઓ આવવા લાગે છે. આપણને હંમેશા હેલ્ધી ફેટ ખાવું જોઈએ જેના લીધે તમારા શરીરને કોઈ પ્રકારનું નુક્સાન ન પહોંચે.

વજન વધવાનું કારણ
બિસ્કિટમાં હાઈ કેલેરી અને હાઈડ્રોજનીકૃત ફેટ હોય છે. એક પ્લેઈન બિસ્કિટમાં આશરે 40% કેલેરી હોય છે. તો ક્રીમ્સ કે બેક્ડ બિસ્કિટમાં 100-150 કેલેરી હોય છે. આવા બિસ્કિટનાં સેવનથી વજન વધે છે.

દાંત પર ખરાબ અસર
ચા-બિસ્કિટનાં ખરાબ કોમ્બિનેશનને લીધે તમારા દાંત પર ખરાબ અસર પડી શકે છે. ચા-બિસ્કિટમાં સુક્રોઝ દાંત ખરાબ કરવાનું કામ કરે છે. વધુ માત્રામાં આ કોમ્બિનેશન ખાવાથી દાંત પડી જવા, તૂટવા, દાંતમાં હોલ થવો વગેરે બીમારીઓ આવી શકે છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી..)

Related Articles

Latest