Saturday, September 23, 2023

શનિવારે કરેલા આ કામથી દુર થશે શનિની વક્ર દ્રષ્ટિનો અશુભ પ્રભાવ, શનિ દોષનું થશે નિવારણ…

શનિની પનોતી, સાડાસાતી, મહાદશા, વક્રદ્રષ્ટિ કષ્ટદાયી હોય છે. તેવામાં જો કોઈ વ્યક્તિને શનિ ગ્રહનો અશુભ પ્રભાવ કે દોષ દુર કરવો હોય તો શનિવારે કેટલાક સરળ કામ કરવા જોઈએ. આ કામ શનિવારે કરવાથી શનિની વક્ર દ્રષ્ટિનો પ્રભાવ ઘટી જાય છે

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. જો કે મોટાભાગે લોકોને શનિના કારણે સમસ્યાઓ સહન કરવી પડે છે. શનિની પનોતી, સાડાસાતી, મહાદશા, વક્રદ્રષ્ટિ કષ્ટદાયી હોય છે. તેવામાં જો કોઈ વ્યક્તિને શનિ ગ્રહનો અશુભ પ્રભાવ કે દોષ દુર કરવો હોય તો શનિવારે કેટલાક સરળ કામ કરવા જોઈએ. આ કામ શનિવારે કરવાથી શનિની વક્ર દ્રષ્ટિનો પ્રભાવ ઘટી જાય છે અથવા દુર થાય છે. સાથે જ જીવનમાં આવેલી સમસ્યાઓ દુર થાય છે. 

શનિવારે કરવાના સરળ ઉપાયો

– શનિવારની રાત્રે દાડમના ઝાડની કલમથી ભોજપત્ર પર ॐ હ્રીં મંત્ર લખી મંદિરમાં રાખી દેવું. ત્યારબાદ રોજ તેની પૂજા કરવી. તેનાથી શનિ દોષ દુર થાય છે.

– શનિવારના દિવસે કાળા કુતરા, કાળી ગાય, કાળા પક્ષીને અનાજ ખવડાવવું. તેનાથી કાર્યોમાં સફળતા મળે છે. 

– શનિવારે કીડીને લોટ અને ખાંડ ખવડાવવી તેમજ માછલીને લોટની ગોળી બનાવી ખવડાવવી. 

– શનિવારે શનિ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેમકે આખા અડદ, લોઢું, તેલ, કાળા તલ, કાળા કપડા વગેરેનું દાન કરવું.

– કાળા ઘોડાની પગની નાળના લોઢામાંથી વીંટી બનાવડાવી અને શનિવારે મધ્યમા આંગળીમાં ધારણ કરવી. 

– શનિવારે સવારે સૂર્યોદય પહેલા જાગી જવું અને પછી સ્નાન કરી પીપળાના ઝાડની પૂજા કરવી. 

– શનિવારે સૂર્યાસ્ત બાદ પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો. 

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

Latest