શાસ્ત્રો અનુસાર ઘરમાં જ્યારે ગરોળી દેખાય છે તો તેના કેટલાક શુભ સંકેત હોય છે. જેમકે ગરોળી ઘરમાં અચાનક આવે તો ધન લાભ થાય છે. તેવામાં જો કોઈ ગરોળીને મારી નાખે છે તો તેનાથી ઘોર પાપ લાગે છે.
ઘરમાં ગરોળી ફરતી જોવા મળે એટલે તેને બહાર કેમ ભગાડવી તેના વિચાર શરુ થઈ જાય છે. ગરોળી જોઈને મોટાભાગના લોકોને સુગ ચઢે છે તેથી તેને ભગાડતી વખતે પણ લોકો ડરતાં હોય છે કે ક્યાંક તેને ભગાડતી વખતે તે માથા પર ન પડી જાય… કેટલાક લોકો ગરોળીને ઘરમાં જોવે કે તુરંત જ તેને મારી નાખે છે. પરંતુ આવી ભુલ ક્યારેય કરવી જોઈએ નહીં.
ગરોળીને મારવી મહાપાપ ગણાય છે. આ એવું પાપ છે જેનું ફળ વ્યક્તિ આ જન્મમાં જ નહીં બીજા જન્મમાં પણ ભોગવવું પડે છે. ગરોળીને માતા લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. તેથી તેને મારવાનું પાપ કરવાની મનાઈ હોય છે.
શાસ્ત્રો અનુસાર ઘરમાં જ્યારે ગરોળી દેખાય છે તો તેના કેટલાક શુભ સંકેત હોય છે. જેમકે ગરોળી ઘરમાં અચાનક આવે તો ધન લાભ થાય છે. તેવામાં જો કોઈ ગરોળીને મારી નાખે છે તો તેનાથી ઘોર પાપ લાગે છે.
ઘરમાં આવતી ગરોળી વ્યક્તિના જીવનમાં થનાર સારી અને ખરાબ બંને પ્રકારની ઘટનાઓ તરફ સંકેત કરે છે. તેવામાં જો ભુલથી પણ ગરોળી ઘરમાં મરી જાય તો તુરંત તેના શરીરને એવી જગ્યાએ રાખી દેવું જોઈએ જ્યાં કોઈને પગ ન પડે. સાથે જ તુરંત જ માતા લક્ષ્મીની ક્ષમા માંગી લેવી. શાસ્ત્રો અનુસાર ઘરમાં ગરોળીનું મરવું અશુભ છે. તેથી હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે ગરોળીને ભગાડવામાં તે મરી ન જાય.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)