Saturday, September 23, 2023

આવી રહ્યો છે શ્રાવણ મહિનો… બિલિપત્ર જ નહીં પીપળો-આંકડા સહિત આ વૃક્ષોના પાનથી પણ પ્રસન્ન થાય છે ભોળાનાથ…

  • આવી રહ્યો છે શ્રાવણ મહિનો…
  • બિલિપત્રની સાથે આ વૃક્ષના પાન કરો અર્પણ
  • શ્રાવણમાં પ્રસન્ન થશે ભોલેનાથ

થોડા સમયમાં શ્રાવણ મહિનાની શરૂઆત થશે. શ્રાવણનો મહિનો ભગવાન શિવજીને સમર્પિત છે અને આ વખતે તો શિવ ભક્તોને ભોલેનાથને પ્રસન્ન કરવા માટે 2 મહિનાનો સમય મળશે. સાથે જ શ્રાવણ સોમવાર પણ 8 હશે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને શ્રાવણ સોમવારના દિવસે શિવજીની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.

સાથે જ શિવલિંગ પર તે બધી વસ્તુ ચડાવવી જોઈએ જે શિવજીને પ્રિય છે. જેવી કે બિલિપત્ર, ધતૂરો, આકડાના ફૂલ વગેરે. આ ફૂલ-પાન ચડાવવા ભોલેનાથને પ્રસન્ન કરવાની સૌથી સરળ રીત છે. આમ પણ શિવજી માટે કહેવામાં આવ્યું છે કે તે સંપૂર્ણ ભક્તિ ભાલથી ચડાવવામાં આવેલા સુકા પાનથી પણ પ્રસન્ન થઈ જાય છે.

શિવજીને અર્પિત કરો આ પાન
શિવજીને બિલિપત્ર ખૂબ જ પ્રિય છે માટે શિવજીની પૂજા-અભિષેકમાં બિલિપત્રનો ઉપયોગ જરૂર કરો. બિલિપત્ર ચડાવવાથી મહાદેવ ખાસ કૃપા કરે છે. તેના શિવાય પણ અમુક અન્ય ઝાડના પાન છે જેને શિવલિંગ પર ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શમીના પાન
માનવામાં આવે છે કે શમીના પાનનો સંબંધ શનિદેવ સાથે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શમીના ઝાડની પૂજા અને શનિદેવને શમીના પાન ચડાવવામાં આવે છે. પરંતુ ભોલેનાથને પણ શમીના પાન ખૂબ જ પ્રિય છે.

જો શ્રાવણ મહિનામાં રોજ સવારે શિવલિંગ પર ગંગાજળ ચડાવવામાં આવે અને તેના બાદ બિલિપત્રની સાથે જ શમીના પાન પણ ચડાવવામાં આવે તો મહાદેવ કૃપા કરે છે. સાથે જ કુંડળીમાં ઘણા દોષ પણ દૂર થાય છે.

ધતૂરાના પાન
શિવલિંગ પર ધતૂરો ચડાવવો ખૂબ જ મહત્વપૂર્ણ ફળ આપે છે. માટે શિવજીની પૂજામાં ધતૂરાનો ઉપયોગ જરૂર થાય છે. પરંતુ ખૂબ ઓછા લોકો આ જાણે છે કે ધતૂરાના પાન પણ પૂજામાં ચડાવવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. ધતૂરાના પાન ચડાવવાથી ભક્તના ખરાબ વિચાર અને ખરાબ ભાવનાઓ નષ્ટ થઈ જાય છે. તેમના વિચાર સકારાત્મ થઈ જાય છે.

આકડાના પાન
શિવજીની પૂજામાં આકડાના ફૂલ કે આકડાના પાનનો ઉપયોગ થાય છે. આકડાના ફૂલની સાથે સાથે આકડાના પાનનું પણ ખૂબ મહત્વ છે. આ શ્રાવણના મહિનાનામાં શિવજીને આકડાના પાન ચડાવો, આમ કરવાથી બધી સમસ્યા દૂર થઈ શકે છે.

પીપળાના પાન
પીપળાના ઝાડ પર ત્રિદેવ- બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે શિવજીનો વાસ હોય છે. શિવજીની પૂજામાં પીપળાના પાન ચડાવવામાં પણ ખૂબ લાભ થાય છે. જો પીપળાના પાન પર શ્રીરામનું નામ લખીને હનુમાનજી અને શિવજીને અર્પિત કરવામાં આવે તો કુંડળીના ઘણા ગ્રહ દોષ દૂર થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

Latest