ગુજરાતીઓના આસ્થા કેન્દ્ર સમા પાવગઢ સાથે અનેક દંતકંથાઓ જોડાયેલી છે. એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુર્જરધરાની ચાંપાનેર ઐતિહાસિક વિરાસત પણ ભગ્નાવશેષ સ્વરૂપે ધરબાયેલી છે. અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે.
પાવગઢ ખાતે આવેલું ૫૧ શક્તિપીઠ માંથી એક મહાકાળી માતાજી મંદિરના વિકાસ માટે ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાઘામ વિકાસ બોર્ડ દ્વારા 2017માં 121 કરોડ ફાળવવામાં આવ્યા હતા.
જે કામોનું 2022માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકાર્પણ કરી અને મંદિરની ઘ્વજારોહણ કર્યું હતું.
યાત્રાઘામ તળેટી, માંચી અને મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. સરકાર દ્વારા પાવાગઢના વિકાસની કામગીરી બે ફેઝમાં કરવામાં આવી હતી, ત્યારે હવે ફેઝ ત્રણમાં તળેટીના વિસ્તાર માંચી ચોક ખાતે પાયાની સુવિઘા ઉપલબ્ઘ કરાવવાનું આયોજન છે.
માંચી ચોક ખાતે ખાણીપીણીના સ્ટોલ, ઇન્ફોર્મેશન સેન્ટર, હેલ્થ, પોલીસ, વોટર સપ્લાય, વીજળી અને એડમીન બ્લોક બનાવવા માટે સરકારે 1 કરોડ રૂપિયાના વહીવટીની મંજૂરી આપી છે. ત્યારે ઓફિસ બ્લોકનું બાંઘકામ, ચાચર ચોકનું સ્ટોન ફલોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, શૌચાલય, પ્રવેશ દ્વાર, સાઇનેજીસ, ફાયર- ફાઇટીંગ, વોટર સપ્લાય, ડ્રેઇનેજીસ અને ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી અંદાજે રૂપિયા ૧૩ કરોડના ખર્ચે કરવામાં આવશે.
ત્યારે ચાંપાનેર ખાતે પાર્કિંગ, રસ્તાની કામગીરી, લાઇટીંગ- ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી માટે 40 કરોડથી વધુનો ખર્ચ ખર્ચે કરવામાં આવશે. જેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. 238 કરોડના પ્રોજેક્ટ માટે માટે વર્ષ 2023-24માં 10 કરોડની જોગવાઇ કરી છે.
વડીલો સહિત ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવામાં સરળતા રહે તે માટે રોપ- વે એક્સ્ટેશનની કામગીરી હેઠળ મંદિર પરિસર સુઘી પહેાંચી શકાય તે માટે હાઇડ્રોલિક લીફટની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ૫ હજાર કરતા વઘુ ભક્તો જમી શકે તે માટે ભોજનાલય બનાવવામાં આવશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)