વરસાદની સિઝનમાં ગરમીથી રાહત આપવાની સાથે સાથે અનેક મોસમી રોગો પણ લાવે છે. એટલા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિહોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આનાથી તમે તમારા સ્વાસ્થને મોસમી રોગોથી બચાવી શકશો. આવી સ્થિતિમાં, શારીરિક પ્રવૃત્તિની સાથે, તંદુરસ્ત આહાર પણ મહત્વપૂર્ણ છે. આ સિઝનમાં તમે દરરોજ કેટલાક હેલ્ધી ડ્રિંક પણ પી શકો છો.
આ પૌષ્ટિક ડ્રિંક્સ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. તે તમને મોસમી રોગોથી પણ બચાવે છે. આ સાથે આ હેલ્ધી ડ્રિંક્સ તમને આ સિઝનમાં હાઈડ્રેટ રાખે છે.
લીબું અને આદુ
લીબું અને આદુની ચા પી શકો છો. લીબુંમાં વિટામિન સી મોટી માત્રામાં હોય છે. જે ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવે છે. આદુમાં એન્ટીબેક્ટીરિયલની સાથે એન્ટી-એફ્લેમેટરી ગુણ હોય છે. આ બંન્નેમાંથી બનેલી ચા તમને કફ અને ફ્લુમાંથી બચાવી શકે છે.
હળદરયુક્ત દુધ
હળદર વાળું દુધ સ્વાસ્થ માટે ખુબ સારું છે. હળદરમાં કરક્યૂમિન હોય છે. આ ઈમ્યુનિટીને વધારે છે. હળદરવાળું દુધ પાચનતંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ તમારી ઊંઘમાં પણ સુધારો કરે છે. તમે સૂતા પહેલા હળદરવાળું દૂધ લઈ શકો છો.
હર્બલ ચા
વરસાદની ઋતુમાં હર્બલ ટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હર્બલ ચા તમને રિલેક્સ રાખે છે. તેમાં હાજર જડીબુટ્ટીઓ તમને મોસમી રોગોથી બચાવે છે. તે સ્વાસ્થ્ય માટે અન્ય ઘણા ફાયદાઓ પણ લાવે છે.
ગ્રીન સ્મૂધી
ગ્રીન સ્મૂધી લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળોમાંથી બનાવવામાં આવે છે. તમે આમાં અનેક ફળો અને બેરીનો પણ ઉપયોગ કરી શકો છો. આ સાથે, તમે સ્મૂધીને ક્રીમી બનાવવા માટે બદામનું દૂધ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરી શકો છો. ગ્રીન સ્મૂધી ખૂબ જ પૌષ્ટિક હોય છે. આ તમને ચેપથી બચાવે છે. આ સ્મૂધી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
આંબળા જ્યુસ
આંબળામાં વિટામિન સી હોય છે. આંબળામાંથી બનેલું જ્યુસ તમારા પાચનતંત્રને મજબુત બનાવે છે. આંબળાનું જ્યુસ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. વરસાદની ઋતુમાં આંબળાનું જ્યુસ તમને અનેક મોસમી રોગોથી બચાવે છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી..)