Saturday, September 23, 2023

તમારા રોજિંદા આહારમાં લો આ 10 વસ્તુઓ, તમારું લીવર રહેશે સ્વસ્થ

લીવર એટલકે યકૃત એ શરીરનું પાવરહાઉસ છે. તે પ્રોટીન, કોલેસ્ટ્રોલ અને પિત્તનું શરીરમાં ઉત્પાદન કરવાથી લઈને વિટામિન્સ, ખનિજો અને કાર્બોહાઈડ્રેટ્સનો સંગ્રહ કરવા સુધીના વિવિધ આવશ્યક કાર્યો કરે છે. તે આલ્કોહોલ, દવાઓ અને મેટબોલીઝમની કુદરતી આડપેદાશો જેવા ઝેરને પણ તોડી નાખે છે. આરોગ્ય જાળવવા માટે તમારા લીવરને સારી સ્થિતિમાં રાખવું મહત્વપૂર્ણ છે.

તમારા લીવરને સ્વસ્થ રાખવા માટે ખાવા માટેના આ 10 વસ્તુઓ આહારમાં લેવી જોઈએ

કોફી

કોફી લીવરમાં એન્ટીઑકિસડન્ટનું સ્તર વધારે છે, જ્યારે બળતરા ઘટાડે છે. તે લીવરના રોગ, કેન્સર અને ફેટી લીવરની સમસ્યા થવાનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે. લીવર ના સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 3 કપ કોફી પીવી જોઈએ

ચા

ચા એકંદરે સ્વાસ્થ્ય માટે સારી જ હોય છે. બ્લેક અને ગ્રીન ટી, લીવરમાં એન્ઝાઇમ અને ચરબીના સ્તરને જાળવવામાં મદદ કરી શકે છે. જો કે, જો તમે ગ્રીન ટી લેતા હોવ તો સાવધાની રાખો, કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે.

લીલી દ્રાક્ષ

ગ્રેપફ્રૂટમાં રહેલા એન્ટીઑકિસડન્ટબળતરા ઘટાડે છે અને તેના પ્રોટેક્ટીવ મિકેનિઝમને મજબૂત કરીને લીવરનું રક્ષણ કરે છે. જોકે માનવ પર આ બાબતે કોઈ અભયાસ થયો નથી. પરંતુ દ્રાક્ષ કે તેનો જ્યુસ લીવર ડેમેજ થતા બચાવે છે.

બ્લુબેરી અને ક્રેનબેરી

બ્લુબેરી અને ક્રેનબેરી બંનેમાં એન્થોકયાનિન હોય છે, જે એન્ટીઑકિસડન્ટ છે. તેનાથી લીવરનું સ્વાસ્થય સારું રહે છે. 21 દિવસ સુધી આ ફળોનું સેવન કરવાથી લીવરને ડેમેજ નો ખતરો ઘટે છે. બ્લુબેરીનો અર્ક માણસના શરીરમાં લીવર કેન્સરના કોષોના વિકાસને અટકવાતું હોવાનું એક સંશોધનમાં જણાવાયું છે.

નાસપતિ

કેટલાક રોગની સારવાર તરીકે પરંપરાગત રીતે કાંટાદાર નાસપતિનું સેવન કરવામાં આવે છે. જેમ કે અલ્સર, ઘા ,થકાન અને લીવરના રોગ. નાસપતિનું ફળ અને રસ, બળતરા ઘટાડીને હેંગઓવરમાં મદદ કરી શકે છે. તેઓ આલ્કોહોલના સેવનથી લીવરને થતા નુકસાનથી બચાવવામાં પણ મદદ કરી શકે છે.

બીટરૂટ જ્યુસ

બીટરૂટનો રસ લીવરને ઓક્સિડેટીવથી થતાં નુકસાન અને બળતરાથી બચાવવામાં મદદ કરે છે, જ્યારે તેના કુદરતી ડિટોક્સિફિકેશન એન્ઝાઇમ્સમાં વધારો થાય છે.

ક્રુસિફેરસ વેજીટેબલ

ક્રુસિફેરસ શાકભાજી જેમ કે બ્રોકોલી અને બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ લીવરમાં નેચરલ ડિટોક્સિફિકેશન એન્ઝાઇમને વધારવામાં અને તેને નુકસાનથી બચાવવામાં તેમજ લીવર એન્ઝાઇમના લોહીના લેવલને વધારવામાં મદદ કરી શકે છે.

તેને સ્વાદિષ્ટ અને હેલ્ધી ખોરાક તરીકે લેવા માટે લસણ અને લીંબુનો રસ અથવા બાલ્સેમિક વિનેગર સાથે થોડું શેકીને ખાવાનો પ્રયાસ કરો.

ડ્રાયફ્રૂટ

સૂકા મેવામાં ચરબી, એન્ટીઑકિસડન્ટ વિટામીન E જેવા પોષક તત્ત્વો અને ફાયદાકારક વનસ્પતિના તત્વો વધુ હોય છે.NAFLD (Non Alcoholic Faty Livar Damage ) ધરાવતા લોકોમાં ડ્રાયફ્રુટનું સેવન કરવાથી લીવરમાં એન્ઝાઇમનું સ્ટાર જળવાઈ રહે છે. અને તેનું ઓછું સેવન લીવર રોગના જોખમને વધારે છે.

ફેટી ફિશ

ઓમેગા-3થી ભરપૂર ફેટી ફિશ ખાવાથી લીવર માટે ઘણા ફાયદા થાય છે. જો કે, તમારા ઓમેગા – 6થી ઓમેગા – 3ના રેશીયોને નિયંત્રિત રાખવું એટલું જ મહત્વપૂર્ણ છે.

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલનો વપરાશ લીવરમાં ચરબીનું સ્તર ઘટાડવામાં, રક્ત પ્રવાહને વધારવામાં અને લીવરના એન્ઝાઇમના લેવલને સુધારવામાં મદદ કરે છે.

તમારું લીવર શરીરમાં ખુબ જરૂરી કાર્યો કરતુ અત્યંત મહત્વનું અંગ છે અને તેને સુરક્ષિત રાખવા માટે તમારે દરેક શક્ય પ્રયાસ કરવો જોઈએ.

લીવરનું સ્વાસ્થ્ય જાળવવાથી થતા ફાયદા :

  • લીવર રોગ અને કેન્સરનું જોખમ ઓછું રહેવું
  • એન્ટીઑકિસડન્ટ અને ડિટોક્સિફિકેશન એન્ઝાઇમ લેવાનું યોગ્ય પ્રમાણ
  • હાનિકારક ટોક્સિક તત્વો સામે રક્ષણ

અહીં જણાવેલા ખોરાકને તમારા આહારમાં સામેલ કરવું એ તમારા લીવરને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરવા માટે એક નેચરલ પદ્ધતિ છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Latest