Saturday, September 23, 2023

મિનિટોમાં બનાવી શકશો રવા ઉત્તપમ, જાણો બનાવવાની રીત

રવા ઉત્તપમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે તેને સરળતાથી ઘરે જ બનાવી શકો છો. આ એક ખૂબ જ ફેમસ સાઉથ ઈન્ડિયન ડિશ છે, જેને બનાવવા માટે ઢોસા અથવા ઇડલીના બેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તપમમાં તમે ઘણા પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરી શકો છો, તેથી જ તેને ખૂબ જ હેલ્ધી પણ માનવામાં આવે છે. તેને બનાવવામાં માત્ર 20 મિનિટ જ લાગશે. તમે તેને બાળકોને સ્કૂલના ટિફિનમાં પણ આપી શકો છો.

આજે અમે તમારા માટે આ સ્વાદિષ્ટ વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ, જેના સરળ સ્ટેપને ફોલો કરીને તમે કોઈપણ મુશ્કેલી વિના તેને બનાવી શકશો.

રવા ઉત્તપમ બનાવવા માટેની સામગ્રી
રવો – 1 કપ
ટામેટા સમારેલ – 1
કોબીચ સમારેલી – 1/2 કપ
કેપ્સીકમ સમારેલ – 1/4 કપ
દહીં – 3/4 કપ
લીલા મરચા – 1
કોથમીર – 2-3 ચમચી
છીણેલું આદુ – 1 ચમચી
ખાવાનો સોડા – જરૂર મુજબ
રાઈ- 1/4 ચમચી
તેલ – 2-3 ચમચી
મીઠું સ્વાદ અનુસાર

રવા ઉત્તપમ બનાવવાની રીત
નાસ્તામાં રવા ઉત્તપમ એક શાનદાર ફૂડ ડીશ છે. તેને બનાવવા માટે એક વાસણમાં સૌથી પહેલા રવો નાખો. આ પછી તેમાં દહીં નાખો અને બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે રવા-દહીંના મિશ્રણમાં થોડું પાણી ઉમેરો અને પકોડા જેવું બેટર તૈયાર કરી લો. હવે આ મિશ્રણમાં છીણેલું આદુ, બારીક સમારેલા લીલા મરચા, કોથમીર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર હલાવો. પછી બેટરને ઢાંકીને 15 મિનિટ માટે રાખી દો.

15 મિનિટમાં બેટર સારી રીતે ફુલાઈ જશે, ત્યારબાદ કોબીચ, ટામેટા, કેપ્સીકમને બારીક સમારી લો અને એકસાથે મિક્સ કરીને એક વાસણમાં અલગથી રાખી લો. હવે રવાનું બનાવેલું બેટર લઈને તેમાં થોડો ખાવાનો સોડા નાખો અને ધીમે ધીમે મિક્સ કરો. જો બેટર ખૂબ જાડું લાગે તો તમે થોડું પાણી પણ મિક્સ કરી શકો છો. એક નોનસ્ટીક તવો લઈને તેને મીડિયમ આંચ પર ગરમ કરો. તવો ગરમ થયા પછી તેના પર થોડું તેલ લગાવો અને તેમા થોડી રાઈ નાખીને સારી રીતે ફેલાવી દો.

હવે એક બાઉલમાં રવાનું બેટર લઈને તેને તવા પર રેડો અને ફેલાવો. ધ્યાન રાખો કે ઉત્તપમ થોડા જાડા જ રાખવાના છે. થોડીવાર શેક્યા પછી ઉત્તપમ પર સમારેલા શાકભાજીને ફેલાવો અને થોડી કોથમીર નાખો. થોડીવાર પછી ઉત્તપમને પલટો અને બીજી બાજુ તેલ લગાવીને શેકી લો. ઉત્તપમને ત્યાં સુધી શેકો જ્યાં સુધી સોનેરી થઈને થોડા ક્રિસ્પી ન થઈ જાય. આ પછી તેને પ્લેટમાં કાઢી લો. એ જ રીતે તૈયાર કરેલા બેટરથી નાસ્તામાં માટે ટેસ્ટી રવા ઉત્તપમ તૈયાર કરી લો. તેને લીલી ચટણી અથવા આંબલીની ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Related Articles

Latest