શિવના રૂપમાં હનુમાનજીને ચણાના લોટની બૂંદી સિવાય મોતીચૂરના લાડુ પણ ખુબ પસંગ છે. શું તમે આ વખતે પૂજામાં હનુમાનજીને ઘરે બનાવેલા લાડુનો પ્રસાદ ધરાવા માંગો છો. ચાલો તમને જણાવીએ મોતીચૂર લાડુની સરળ રેસિપી….
ચૈત્ર મહિનાની પૂર્ણિમાનો દિવસ ભગવાન હનુમાનની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતિ આવતીકાલે એટલે કે 6 એપ્રિલે ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ બજરંગબલીની પૂજા કરનાર દરેક પ્રકારના ભયથી દૂર રહે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પૂજા કરવા ઉપરાંત ભંડારો કે દાન કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. જો કે, પ્રસાદ અથવા ભોગ દ્વારા ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
શિવ સ્વરૂપ હનુમાનજીને ચણાના લોટની બૂંદી સિવાય મોતીચૂરના લાડુ પણ ગમે છે. શું તમે આ વખતે પૂજામાં હનુમાનજીને ઘરે બનાવેલા લાડુ ચઢાવવા માંગો છો. ચાલો તમને જણાવીએ મોતીચૂર લાડુની સરળ રેસિપી….
મોતીચુર લાડુ ની બુંદી માટેની સામગ્રી
બેસન 2 કપ આશરે 300 ગ્રામ પાણી 2 કપ આશરે 300 એમ. એલ. પીળો / કેસરી ફૂડ કલર 2 ચપટી ઘી / તેલ તરવા માટે
ચાસણી માટેની સામગ્રી
ખાંડ 1 કપ પાણી 1 ½ કપ એલચી પાઉડર પીળો / કેસરી ફૂડ કલર 2 ચપટી કાજુ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ 4-5 ચમચી
મોતીચુર લાડુ બનાવવાની રીત
સૌપ્રથમ આપણે મોતિચૂર લાડવા ની બુંદી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ તેની ચાસણી બનાવતા શીખીશું ત્યારબાદ મોતિચૂર લાડવા બનાવવાની રીત શીખીશું
મોતિચૂર લાડવાની બુંદી બનાવવાની રીત
મોતિચૂર લાડવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણાના લોટને ચારણીથી ચાળી લો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ મિક્સ કરી ગાંઠા ના રહે એમ હલાવતા રહી પહેલા એક કપ પાણી નાખો ત્યાર બાદ બીજો એક કપ પાણી નાખી મિશ્રણ તૈયાર કરી લો,
હવે એમાં જો તમને ફૂડ કલર નાખવો હોય તો બે ચપટી ફૂડ કલર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક પહોળી કડાઈ માં ઘી / તેલ ગરમ કરવા મૂકો
હવે કડાઈ થી થોડો ઊંચાઈ એ હાથ રહે એ માટે ઊંચો ડબ્બો કે વાસણ રાખો હવે ઘી કે તેલ ગરમ થાય એટલે વાટકી થી ઝારા માં મિશ્રણ નાખી ને ઝારા માં નાખી થપ થાપાવી ને નાખો ને એક મિનિટ બુંદી ને તળી લો ને ત્યાર બાદ બાહાર કાઢી તેલ કે ઘી નીતારી લો.
ચાસણી બનાવવાની રીત
હવે ગેસ પર બીજી કડાઈમાં ખાંડ નાખો ને એમાં પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો અને ખાંડ ને ઓગળી લો ને પાણી ઉકળવા લાગે એટલે એમાં એલચી તોડી અને ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો, ચાસણી થોડી ચિકાસ પકડે એટલે ગેસ ધીમો કરી નાખો
મોતિચૂર લાડવા બનાવવાની રીત
હવે તૈયાર ચાસણીમાં બુંદી નાખો ને બરોબર મિક્સ કરી ગેસ ને ફૂલ તાપે કરી ને બુંદી ચાસણી સોસી લે ત્યાં સુંધી હલાવતા રહો ચાસણી સોંસાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખી ને દસ પંદર મિનિટ ઢાંકી ને મૂકી દેવા
પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી મિશ્રણ ને દસ મિનિટ ઠંડુ થવા દેવું ત્યાર બાદ એના એક સાઇઝ ના લાડવા બનાવી લેવા અને લાડવા પર ડ્રાય ફ્રુટ મીક્સ કરો ભગવાનને પ્રસાદ ધરાવો અને તમે પણ હોશે હોશે ખાવ..
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.