Saturday, September 23, 2023

આજે શ્રાવણનો પ્રથમ સોમવાર: આ 19 અવતારોની પૂજા કરી ભગવાન શિવને કરો અતિ પ્રસન્ન, મળશે શુભાશિષ, પૂર્ણ થશે મનોકામના

  • અસંખ્ય લોકો ભગવાન શિવની ભક્તિ કરે છે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ભગવાન શિવના 19 અવતાર વિશે જાણો

સનાતન ધર્મમાં અસંખ્ય લોકો ભગવાન શિવની ભક્તિ કરે છે. હિંદુ ધર્મ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુને ‘હરી ‘અને ભગવાન શિવને ‘હર’ કહેવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોમાં ભગવાન શિવના 19 અવતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. (ઉત્તર ભારત સિવાય અન્ય રાજ્યોમાં 17 ઓગસ્ટથી શ્રાવણ માસ શરૂ થયો છે. તેથી આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે.અહીંયા અમે તમને ભગવાન શિવના 19 અવતાર વિશે જણાવી રહ્યા છીએ.

ભગવાન શિવના 19 અવતાર
વીરભદ્ર અવતાર

વીરભદ્રને ભગવાન શિવનો ગઢ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર વીરભદ્ર ભગવાન શિવની જટાઓમાંથી ઉત્પન્ન થયા છે. તેમણે રાજા દક્ષનો નાશ કર્યો અને તેમનું શિષ ધડથી અલગ કરીને ભગવાન શિવની સમક્ષ મુકી દીધું હતું.

પિપલ્લાદ અવતાર
ભગવાન શિવના આ અવતારનું વિશેષ મહત્ત્વ છે. શનિદોષ અથવા શનિ પીડી પ્રભાવિત વ્યક્તિ પિપલ્લાદની કૃપા મેળવી લે તો શનિદોષની અસર થતી નથી.

નંદી અવતાર
ભગવાન શિવને પ્રતિનિધિ માનવામાં આવે છે, તેથી તેમને પશુપતિનાથ કહેવામાં આવે છે. ભગવાન શિવનો નંદી અવતાર પ્રેમનો સંદેશ આપે છે અને નંદી કર્મનું પ્રતીક છે.

ભૈરવ અવતાર
શિવ મહાપુરાણમાં ભૈરવ અવતારને ભગવાન શિવનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે.

અશ્વત્થામા
ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા કાળ, ક્રોધ, યમ અને ભગવાન શિવના અવતાર હતા. માનવામાં આવે છે કે, અશ્વત્થામા અમર છે અને આજે પણ ધરતી પર નિવાસ કરે છે.

શરભાવતાર
આ અવતારને ભગવાન શિવનો છટ્ઠો અવતાર માનવામાં આવે છે. ભગવાન શિવનો આ અવતાર અડધુ હરણ અને અડધુ પક્ષીનો હતો. આ અવતારમાં ભગવાન શિવે નરસિંહ ભગવાનની ક્રોધાગ્નિ શાંત કરી હતી.

ગૃહપતિ અવતાર
વિશ્વાનરે ભગવાન શિવ સમાન પુત્ર પ્રાપ્તિ માટે કાશીમાં ભગવાન શિવના વીરેશ લિંગની આરાધના અને તપ કર્યું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમના પત્ની સુચિષ્મતીના ગર્ભથી જન્મ લીધો. બ્રહ્માએ તે બાળકનું નામ ગણપતિ રાખ્યું હતું.

ઋષિ દુર્વાસા
મહર્ષિ અત્રિની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીના અંશથી ચંદ્ર, વિષ્ણુના અંશથી દત્તાત્રેય અને રુદ્રના અંશથી દુર્વાસાએ જન્મ લીધો હતો.

મહાબલી હનુમાન
ભગવાન શિવે વાનર તરીકે જન્મ લઈને ભગવાન રામની ભક્તિ અને તેમની સહાયતા કરી હતી.

વૃષભ અવતાર
કેટલીક વિશેષ પરિસ્થિતિના કારણે ભગવાન શિવે વૃષભ અવતાર લેવો પડ્યો હતો. આ અવતારમાં ભગવાન વિષ્ણુના પુત્રોનો સંહાર કર્યો હતો.

અન્ય અવતારના પ્રકાર
યતિનાથ અવતાર, કૃષ્ણ દર્શન અવતાર, અવધૂત અવતાર, ભિક્ષુવર્ય અવતાર, સુરેશ્વર અવતાર, કિરાત અવતાર, સુનટનર્તક અવતાર, બ્રહ્મચારી અવતાર, યક્ષ અવતાર.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

Latest