Saturday, September 23, 2023

શુક્રવારે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ, દેવી લક્ષ્મી થશે ક્રોધ.

શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે. જેના કારણે માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નથી આવતી. જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે, તેના ઘર અને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી થતી.

શુક્રવારના ઉપાયો લગભગ બધા જ જાણતા હશે કે કઈ રીતે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. શુક્રવારનો દિવસ શુક્રદેવને પણ સમર્પિત હોય છે, શુક્રદેવ સુખ અને સૌંદર્યમાં કારક છે, તેમની કૃપાથી પણ જીવનમાં કોઈ કમી નથી રહેતી. એવામાં જો તમે માં લક્ષ્મી અને શુક્રદેવને નારાજ નથી કરવા માંગતા તો શુક્રવારના દિવસે તમારે કેટલીક વસ્તુઓની ખરીદી કરવી જોઈએ નહીં. આ વસ્તુઓની ખરીદીથી માતા લક્ષ્મી નારાજ થવાની માન્યતા છે. તો ચાલો જાણીએ શુક્રવારના દિવસે કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ.

શુક્રવારે આ વસ્તુઓની ખરીદી કરવાનું ટાળો

  • શુક્રવારે રસોડાનો કોઈ સામાન ખરીદવો જોઈએ નહીં.
  • શુક્રવારે પૂજા માટે કોઈ વસ્તુ કે સામગ્રી ખરીદવી સારું નથી માનવામાં આવતું.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્રવારના દિવસે પૈસાની લેવડ-દેવડથી બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉધાર આપવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમને ધનની કમી થવા લાગે છે.
  • શુક્રવારના દિવસે કોઈને ખાંડ આપવી જોઈએ નહીં. જો કોઈ તમારી પાસે ખાંડ માંગે છે, તો તેને તમારે વિનમ્રતા પૂર્વક ના પાડી દેવી જોઈએ. જો તમે કોઈને ખાંડ આપો છો તો તમારો શુક્ર નબળો પડે છે.
  • શુક્રવારના દિવસે પ્રોપર્ટી સંબંધિત કામ કરવાથી બચવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે પ્રોપર્ટી સાથે જોડાયેલા વ્યવહાર કરવાથી નુકસાન થાય છે અને સમસ્યાઓ આવે છે.

આ મંત્રનો કરો જાપ

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો અને આ પૂજા દરમ્યાન તમારે મંત્ર જાપ પણ કરવો જોઈએ. અહીં જણાવેલા મંત્રનો 108 વાર જાપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ માટે તમે માતા લક્ષ્મી સામે તલના તેલનો દીવો પ્રગટાવો અને ऊँ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा મંત્રનો 108 વાર જાપ કરો.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

Latest