શનિવારનો દિવસ શનિદેવને પ્રસન્ન કરવાનો માનવામા આવે છે. શનિદેવનું નામ સાંભળીને ઘણા લોકો ઘભરાય જાય છે. પરંતુ શનિદેવ ન્યાયના દેવતા છે. તેઓ કર્મોના હિસાબે ફળ આપે છે. તમે જેવા કર્મો કરશો તેવું પરિણામ મળશે. શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમનું પૂજા હિતકારી છે. શનિદેવની પૂજા અર્ચનાથી કલેશ દૂર થાય છે અને જીવનમાં પ્રગતિના રસ્તા ખુલે છે. શનિદેવ જેના પર મહેરબાન હોય છે તેમનું જીવન સુખ શાંતિથી ભરાય જાય છે. શ્રાવણ મહિનામાં શનિદેવને પ્રભાવિત કરવા માટે કેટલાક ઉપાય તમને કામ આવશે.
શ્રાવણમાં શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય
સૂર્યાસ્ત પછી શનિદેવની પૂજા કરવામાં આવે છે. શ્રાવણના શનિવારના દિવસે સૂર્યાસ્ત પછી મંદિરમાં આવેલા પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી આર્થિક પરેશાનીઓમાંથી રાહત મળે છે.
શનિદેવને સરસવ અથવા તલના તેલની સાથે બ્લુ ફૂલ ચઢાવો. આ પછી શનિ ચાલીસાનો પાઠ કરો. એક વાતનું ધ્યાન રાખો કે પાઠ કરતી વખતે શનિદેવની મૂર્તિ તરફ ન જોવું.
શનિવારના દિવસે પીપળના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ગરીબી દૂર થાય છે.
શનિવારના દિવસે તમારી ક્ષમતા અનુસાર તેલનું દાન કરો. પહેલા એ તેલમાં તમારો ચહેરો જુઓ પછી તે તેલનું દાન કરો.
શનિવારના દિવસે ભગવાન શિવનો જલાભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો. આ સિવાય હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી અને તેમની ચાલીસાનો પાઠ કરવાથી ભય, દુ:ખ, પરેશાની અને આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)