શનિવારનો દિવસ શનિ પૂજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે શનિ દેવને ખુશ કરવા તે કાર્ય કરો જે શનિ દેવને પસંદ હોય કે જેનાથી શનિ દેવ પ્રસન્ન થાય છે. જે લોકોના જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે તેમની મુશ્કેલીઓ પૂરી થઈ જશે અને બગડેલા કાર્ય બનવા લાગશે. તો તમે પણ શનિવારના દિવસે આ ઉપાયોને કરીને શનિ દેવને પ્રસન્ન કરી શકો છો.
શનિવારના ઉપાય
દાન કરો
શનિવારના દિવસે દાન-પુણ્ય સાથે જોડાયેલા કાર્યો કરો. આવુ કરવાથી શનિ દેવની કૃપા તમારી પર રહેશે. આ દિવસે જે લોકો જરૂરિયાતમંદ છે તેમને જરૂરી વસ્તુઓનું દાન કરો. આમ તો શનિવારના દિવસે કાળી અડદની દાળ, કાળા તલ, કાળા ચણાનું દાન કરવુ શુભ માનવામાં આવે છે.
શનિ મંત્ર
શનિવારના દિવસે શનિ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. એવી માન્યતા છે કે શનિવારના દિવસે શનિ મંત્રનો જાપ કરવાથી ધન, વેપાર, નોકરી સંબંધિત જો કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તે પૂરી થઈ જાય છે. તમારા ઘર સંસારમાં સુખ સમૃદ્ધિ આવે છે.
કૂતરાની સેવા
શનિવારના દિવસે શનિ દેવને પ્રસન્ન કરવા માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે આ દિવસે તમે કાળા કૂતરાની સેવા કે કોઈ પણ કૂતરાની સેવા કરીને શનિ દેવને પ્રસન્ન કરી શકો છો. કૂતરાની સેવા કરનાર પ્રત્યે શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે અને આવા લોકો પર પોતાની કૃપા જાળવી રાખે છે.
શનિ મંત્ર
શનિદેવને પ્રસન્ન કરવાના ઘણા ઉપાય છે જેમાં શનિના મંત્રોનું ખાસ મહત્વ છે. આ મંત્રોના જાપથી જીવનમાંથી દરેક કષ્ટનો અંત થઈ જાય છે. સાથે જ નોકરી અને વેપાર પર ચાલી રહેલા સંકટ પણ દૂર થાય છે.
ॐ शं शनिश्चराय नम:
શનિ દેવ મહારાજનો વૈદિક મંત્ર
ऊँ शन्नो देवीरभिष्टडआपो भवन्तुपीतये।
કુંડલીમાં શનિની દશાને યોગ્ય રાખવા માટે કરો આ ઉપાય
શનિ ગ્રહ શાંતિ માટે ઉપાય કરવો જોઈએ. શનિ ગ્રહ શાંતિ માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. જેમાં શનિવારનું વ્રત, હનુમાન જીની આરાધના, શનિ મંત્ર, શનિ યંત્ર, છાયાપાત્ર દાન કરવુ મુખ્ય ઉપાય છે. શનિ કર્મ ભાવનો સ્વામી છે તેથી શનિના અશુભ પ્રભાવને ઘટાડવા માટે હંમેશા સારા કર્મ કરવા જોઈએ.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)