હાલમાં એશિયા કપ રમી રહી છે અને તે પછી તેને વર્લ્ડ કપ રમવાનો છે. ભારતીય ટીમે છેલ્લા 10 વર્ષમાં એકપણ ICC ટ્રોફી જીતી નથી અને આવી સ્થિતિમાં આશા છે કે આ વખતે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે આ ખિતાબ જીતીને ઈતિહાસ રચશે. વર્લ્ડ કપ (World Cup 2023) પહેલા જ ટીમ ઈન્ડિયાની જર્સી સોશિયલ મીડિયા પર લીક થઈ છે, જેમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
ટીમ ઈન્ડિયાની જર્સી (Jersey) માં નવું શું હશે, કયા ફેરફારો હશે આ અંગે જાણવા ફેન્સ ખૂબ જ ઉત્સાહી બન્યા છે.
ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ જર્સીનો ફોટો થયો વાયરલ
ટીમ ઈન્ડિયાની જર્સીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં BCCIનો લોગો દેખાઈ રહ્યો છે. આ લોગોની ઉપર બે સ્ટાર્સ છે. જો કે ટીમ ઈન્ડિયાની ઓફિશિયલ વર્લ્ડ કપ જર્સી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેની ઝલક વાયરલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ચાહકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે આ જર્સી પર બે સ્ટાર કેમ છે, કારણ કે એશિયા કપમાં ભારતીય ટીમ દ્વારા પહેરવામાં આવેલી જર્સીમાં હાલમાં ત્રણ સ્ટાર છે.
જર્સી પર સ્ટારને લઈ શરૂ થઈ ચર્ચા
વાસ્તવમાં, આગામી મહિનાથી ભારતમાં 50 ઓવરનો ICC ODI વર્લ્ડ કપ શરૂ થવા જય રહ્યો છે અને ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાવાની છે. વર્લ્ડ કપને હવે એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. એવામાં ફેન્સ ટીમ ઈન્ડિયાની જર્સીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ વીડિયો વાયરલ થતાં એન વીડિયોમાં માત્ર બે સ્ટાર જ ટીમ ઈન્ડિયાની જર્સી પર દેખાતા ફેન્સના મનમાં સવાલ થઈ રહ્યા છે કે, ત્રણની જગ્યાએ ટી શર્ટ પર બે સ્ટાર જ કેમ છે?
ભારતે બે ODI, એક T20 વર્લ્ડ કપ જીત્યો છે
ટીમ ઈન્ડિયાની ટી-શર્ટ પર સ્ટાર હોવાનું ખાસ મહત્વ છે. આ સ્ટારનું વર્લ્ડ કપમાં ભારતની જીત સાથે કનેક્શન છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી બે વાર ICC ODI વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે, એટલે આ બે સ્ટાર આ વર્લ્ડ ચેમ્પિયન ટીમને દર્શાવે છે. જ્યારે હાલમાં એશિયા કપની જર્સીમાં દેખાતો ત્રીજો સ્ટાર T20 વર્લ્ડ કપ 2007 સાથે જોડાયેલો છે.
હજી કોઈ સતાવર જાહેરાત થઈ નથી
હાલમાં વાયરલ થયેલ વીડિયોમાં ટીમ ઈન્ડિયાની જર્સી પર માત્ર બે જ સ્ટાર દેખાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે ટીમ ઈન્ડિયા ફક્ત વનડે વર્લ્ડ કપની જીતને જ ટી-શર્ટ પર દર્શાવી રહી છે. સાથે જ આ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ વનડે ફોર્મેટનો જ છે. છતાં આ અંગે હજી કોઈ સતાવર જાહેરાત થઈ નથી. એવામાં આ વીડિયો અને ટી-શર્ટ અંગે ચર્ચા થવી સ્વભાવિક છે.
5 ઓક્ટોબરથી શરૂ થશે વર્લ્ડ કપ
જો આપણે ODI વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો આ વખતે આ ટૂર્નામેન્ટ ભારતમાં યોજાઈ રહી છે. વિશ્વકપ 5મી ઓક્ટોબરથી શરૂ થવાનો છે જ્યારે ભારતની પ્રથમ મેચ 8મી ઓક્ટોબરે યોજાવાની છે. ક્વાર્ટર ફાઈનલની રેસ પહેલા ટીમ ઈન્ડિયાએ કુલ 9 લીગ મેચ રમવાની છે, પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે હશે જે બાદ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત અન્ય દેશની ટીમો સામે મેચ રમશે.