Saturday, September 23, 2023

કોલંબોમાં કિંગ બની જાય છે શ્રીલંકા, 19 વર્ષ જૂનો ઇતિહાસ ભૂલવા માગશે ભારત

એશિયા કપ 2023ની આજે ફાઈનલ મેચ બપોરે 3 વાગ્યે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ પહેલા જૂના રેકોર્ડ અને ક્રિેકેટના ઇતિહાસ પર નજર નાખીને ગણિત માંડવામાં આવી રહ્યા છે. 1984થી રમાઈ રહેલા એશિયા કપની આ 17મી ટુર્નામેન્ટ છે. જેમાં ભારત 7 વખત ચેમ્પિયન બન્યું છે અને હવે આજે 8મી વખત ચેમ્પિયન બનવા માટે આતુર છે. જ્યારે ભારત એશિયા કપમાં કુલ 10 વખત ફાઈનલમાં પહોંચ્યું છે, જેમાં જે ત્રણ હાર મળી છે તે શ્રીલંકા સામે જ મળી છે.

આજે ફરી એકવાર ભારત શ્રીલંકા સામે ટકરાશે જ્યારે 1995માં ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. પરંતુ આ પછી 1997, 2004 અને 2008માં ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલમાં થયેલી ટક્કરમાં લંકાની જીત થઈ છે. જોકે, 2010માં ભારત શ્રીલંકા આમને સામને આવ્યા હતા જેમાં ભારતની જીત થઈ હતી. હવે કોલંબોમાં થયેલી એશિયા કપ ફાઈનલમાં લંકાનું રાજ જોવા મળ્યું છે. ભારત પાછલા 19 વર્ષથી જીતની રાહ જોઈને બેઠું છે.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા આજે એશિયા કપ 2023નો ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે. એશિયા કપના 39 વર્ષના ઈતિહાસની વાત કરીએ તો ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત ટૂર્નામેન્ટ જીતી છે. પરંતુ ફાઈનલ મેચમાં બાંગ્લાદેશ સામેની હાર બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ફાઈનલ મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. એટલે કે મેચ આજે પૂરી નથી થઈ, 18મી સપ્ટેમ્બરે સોમવારે રમવામાં આવશે. અગાઉ પણ સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રિઝર્વ ડે પર નક્કી કરવામાં આવી હતી. જોકે કોલંબોમાં ભારતનો રેકોર્ડ સારો નથી.

ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં 2 એશિયા કપ ફાઈનલ રમી ચુકી છે અને બંનેમાં હાર થઈ છે. આટલું જ નહીં, ભારતીય ટીમને બંને ટાઈટલ મેચમાં શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ ભારત અને શ્રીલંકા વચ્ચે ટાઈટલ મેચ રમાવાની છે. આવી સ્થિતિમાં રોહિત શર્માથી લઈને વિરાટ કોહલી સુધી બધાએ સાવધાન રહેવું પડશે. શ્રીલંકાએ તેના મુખ્ય બોલરો ઈજાગ્રસ્ત હોવા છતાં ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ 19 વર્ષથી કોલંબામાં એશિયા કપ ટાઈટલની રાહ જોઈ રહી છે.

1997 અને 2004માં મળી હાર

શ્રીલંકાએ પ્રેમદાસા સ્ટેડિયમમાં 1997 અને 2004માં એશિયા કપની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. 1997ની વાત કરીએ તો શ્રીલંકાએ ફાઇનલમાં 8 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટે 239 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 36.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો. ઓપનર બેટ્સમેન મારવાન અટાપટુ 84 રન બનાવીને અણનમ રહ્યો હતો. સનથ જયસૂર્યાએ 63 જ્યારે કેપ્ટન અર્જુન રણતુંગાએ અણનમ 63 રન બનાવ્યા હતા. 2004ની ફાઇનલમાં શ્રીલંકાનો 25 રનથી વિજય થયો હતો.

6 વિકેટ સ્પીનર્સને મળી હતી

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 228 રનનો સંઘર્ષપૂર્ણ સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન મારવાન અટાપટુએ 65 રન અને કુમાર સંગાકારાએ 53 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર અને ઈરફાન પઠાણને 2-2 વિકેટ મળી હતી. જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 203 રન જ બનાવી શકી હતી. સચિન તેંડુલકરે 74 રન બનાવ્યા હતા. 10માં નંબરે આવેલા ઝહીર ખાને પણ અણનમ 28 રન બનાવ્યા હતા. અન્ય કોઈ ભારતીય બેટ્સમેન 20 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. ઉપુલ ચંદનાએ 3 વિકેટ લીધી હતી. જ્યારે સનથ જનસૂર્યાને પણ 2 વિકેટ મળી હતી. શ્રીલંકાના સ્પિનરોએ કુલ 6 વિકેટ ઝડપી હતી.

Related Articles

Latest