Homeક્રિકેટબીજી T20 મેચમાં ભારતે...

બીજી T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, સીરિઝમાં 2-0ની સરસાઈ મેળવી

ભારતીય બેટ્સમેન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયાએ બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડની અડધી સદીના કારણે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા.

રવિ બિશ્નોઈએ ત્રણ વિકેટ ઝડપી

આ વિશાળ સ્કોર સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવર રમીને નવ વિકેટ ગુમાવીને માત્ર 191 રન જ બનાવી શકી હતી.

ભારત તરફથી રવિ બિશ્નોઈએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.

ઓસ્ટ્રેલિયાની બેટિંગ નિષ્ફળ રહી

236 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને સ્ટીવ સ્મિથ અને મેથ્યુ શોર્ટે ઝડપી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બંને પ્રથમ બે ઓવરમાં સફળ રહ્યા હતા પરંતુ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવે ત્રીજી ઓવરમાં બોલ રવિ બિશ્નોઈને સોંપ્યો હતો. રવિએ આ ઓવરના પાંચમા બોલ પર શોર્ટ (19)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. છેલ્લી મેચમાં સદી ફટકારનાર બેટ્સમેન જોશ ઈંગ્લિશ પણ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. પાંચમી ઓવરના બીજા બોલ પર રવિએ તેને તિલક વર્માના હાથે કેચ કરાવીને પેવેલિયન મોકલી દીધો હતો. તેણે માત્ર બે રન બનાવ્યા હતા.

ગ્લેન મેક્સવેલ ફ્લોપ રહ્યો

ગ્લેન મેક્સવેલ (12) ખતરો બની શકે તેમ હતો પરંતુ અક્ષર પટેલે તેને જયસ્વાલના હાથે કેચ કરાવી ભારતને મોટી સફળતા અપાવી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ આઠમી ઓવરના બીજા બોલ પર સ્ટીવ સ્મિથને પેવેલિયન મોકલી દીધો હતો. સ્મિથે 19 રન બનાવ્યા હતા.

ટિમ-સ્ટોઇનિસની પાર્ટનરશિપ

ઓસ્ટ્રેલિયાએ માત્ર 58 રનમાં તેની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટિમ ડેવિડ અને માર્કસ સ્ટોઈનિસે તોફાની રીતે રન બનાવ્યા અને પાંચમી વિકેટ માટે 38 બોલમાં 81 રનની ભાગીદારી કરી. જમણા હાથના બેટ્સમેને 22 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસ અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ તે પાંચ રનથી ચૂકી ગયો હતો. તેણે 25 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા.

પ્રસિદ્ધ કૃષ્ણાની ત્રણ વિકેટ

ત્યારબાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ 16મી ઓવરમાં શોન એબોટ (1) અને નાથન એલિસ (1)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની હાર પર મહોર મારી હતી. 17મી ઓવરના છેલ્લા બોલ પર અર્શદીપ સિંહે એડમ ઝમ્પાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

ભારતની મજબૂત શરૂઆત

આ પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું કહ્યું હતું. જયસ્વાલ અને ઋતુરાજે ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 77 રન જોડ્યા હતા. અડધી સદી ફટકાર્યા બાદ જયસ્વાલ 25 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રન બનાવીને એલિસનો શિકાર બન્યો હતો. તેના ગયા બાદ પણ ઓસ્ટ્રેલિયન ટીમને રાહત મળી નથી.

જયસ્વાલ-ઋતુરાજ-ઈશાનની ફિફ્ટી

ઈશાન કિશને આવતાની સાથે જ તોફાન સર્જી દીધું અને ઋતુરાજ પહેલા પોતાની અડધી સદી પૂરી કરી. તે 16મી ઓવરના બીજા બોલ પર સ્ટોઈનિસનો શિકાર બન્યો હતો. તેણે 32 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. ઋતુરાજ અને ઈશાન વચ્ચે 87 રનની ભાગીદારી થઈ હતી. કેપ્ટન સૂર્યકુમાર 10 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. ઋતુરાજ છેલ્લી ઓવરના બીજા બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 43 બોલ રમ્યા જેમાંથી તેણે ત્રણ પર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.

રિંકુ સિંહની તોફાની બેટિંગ

સૂર્યકુમારના આઉટ થયા બાદ આવેલા રિંકુ સિંહે આવતાની સાથે જ તોફાની બેટિંગ કરી હતી. તેણે આ મેચમાં માત્ર નવ બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 31 રન બનાવ્યા. તેની સાથે તિલક વર્મા પણ બે બોલમાં સાત રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે ત્રણ વિકેટ ઝડપી હતી.

Most Popular

More from Author

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી...

હવે કબ્રસ્તાન.😅😝😂😜🤣🤪

દાદીમાને ગીતા વાંચતા જોઈનેપૌત્રે માતાને પૂછ્યું, મમ્મી,દાદી કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા...

ચા માં પડેલા બિસ્કિટ😝😂

એક કવીઝ શો માંમને 5 કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, તમારી...

Read Now

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા- સારું છેમારા પૈસા અને સમય બન્ને બચી જશે…જા જા…છોકરી- હું મમ્મી જે ચિઠ્ઠી મૂકી ગઇ છેને તે વાંચી રહી છું…!!!😅😝🤣😂🤪 એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે...

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની રસપ્રદ પૌરાણિક કથા

મુખ્ય 12 જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલ જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને પૌરાણિક કથા શું છે? અહીં શિવલિંગ ક્યારે સ્થાપિત થયું, કોણે સ્થાપ્યું અને બાબા મહાકાલેશ્વરની શું કથા છે.ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનમાં રાજાધિરાજ તરીકે બિરાજમાન છે. ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વરની સ્થાપના ક્યારે, કેમ અને કેવી રીતે થઈ, જાણો રાજા ચંદ્રસેનની કથા. કેવી રીતે...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નહોતુંઆવડતું એ માણસ સ્ત્રીને કારણેબે વર્ષમાં પ્રોફેસર બની ગયો.પપ્પુ – એમાં શું મોટી વાત?હું એવા માણસને ઓળખું છું જે 40 વર્ષનીઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળીનેબે જ દિવસમાં મુર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪 એક સાહેબ ખૂબ...