Homeકૃષિખેડૂતોને રવિ પાકના બિયારણ...

ખેડૂતોને રવિ પાકના બિયારણ સસ્તા ભાવે મળશે, જાણો કેવી રીતે તેની ખરીદી કરી શકાશે

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. એ ક્રમમાં હવે પાકના સારા ઉત્પાદન માટે, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ પણ આપવામાં આવશે. આ વર્ષે રવિ સિઝનમાં પાકના સારા ઉત્પાદન માટે બિહાર સરકાર ખેડૂતોને બિયારણની ખરીદી પર સબસિડી આપી રહી છે.

સબસિડીના દરે રવિ પાકના બિયારણનું વિતરણ

બિહાર સરકારના કૃષિ વિભાગે X પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, રવી સિઝન 2023-24 માટે સબસિડી સાથેના જુદા-જુદા પાકોના બીજની ઉપલબ્ધતા બાબતે મહત્વપૂર્ણ માહિતી.

તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને જાણ કરવામાં આવે છે કે, કૃષિ વિભાગ દ્વારા રવિ સિઝન 2023-24 માટે જુદી-જુદી યોજનાઓમાં સબસિડીના દરે રવિ પાકના બિયારણનું વિતરણ કરવાનું શરૂ કરવા જઈ રહ્યું છે.

પ્રતિ કિલો 36 રૂપિયા સબસિડી

મુખ્યમંત્રી બીજ વિસ્તરણ યોજના હેઠળ, ઘઉંના બિયારણના ભાવ એક કિલોના 43 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેના પર પ્રતિ કિલો 36 રૂપિયા સબસિડી આપવામાં આવશે. બિયારણ ખેડૂતોને અડધા એકર વિસ્તાર માટે આપવામાં આવશે. આ ઉપરાંત બીજ વિતરણ કાર્યક્રમ હેઠળ, ઘઉંના બીજનો ભાવ 42 રૂપિયા પ્રતિ કિલો છે. તેના પર 19.50 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

મહત્તમ 5 એકર વિસ્તાર માટે બીજ આપવામાં આવશે

આ યોજનામાં વધારેમાં વધારે 5 એકર વિસ્તાર માટે બીજ આપવામાં આવશે. ઘઉં જે 10 વર્ષથી વધુ સમયગાળાની જાતો છે તેવા બીજને 42 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાણ કરવામાં આવશે. તેમાં એક કિલોએ 15 રૂપિયા સબસિડી આપવામાં આવશે. મહત્તમ 5 એકર વિસ્તાર માટે બીજ આપવામાં આવશે.

આવી રીતે કરો અરજી

આ યોજના હેઠળ જે ખેડૂતો બિયારણ ખરીદવા માંગે છે તેઓએ https://dbtagricultue.bihar.gov.in પોર્ટલ પર જુદા-જુદા રવિ પાકના બિયારણ માટે અરજી કરી શકે છે. ખેડૂતો તેમના મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, કોમન સર્વિસ સેન્ટર અથવા સાયબર કાફે દ્વારા અરજી કરી શકે છે.

પોર્ટલ પર અરજી કર્યા બાદ કૃષિ સંયોજક, બ્લોક એગ્રીકલ્ચર ઓફિસર અને જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે. અરજી મંજૂર થયા બાદ ખેડૂતના મોબાઈલ પર એક OTP આવશે. કૃષિ સંયોજક દ્વારા ખેડૂતને બિયારણના સ્થળ અંગેની માહિતી આપવામાં આવશે. ખેડૂતો જે કેન્દ્ર પરથી બિયારણની ખરીદી કરે તેને OTP આપવાનો રહેશે. અહીં સબસિડીની રકમ બાદ કરીને બાકીની રકમની ચૂકવણી કરવાની રહેશે.

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...