Homeરસોઈશિયાળાની બનાવો આ ખાસ...

શિયાળાની બનાવો આ ખાસ ચા, 1 નહીં 5 બીમારીઓમાં આપશે ફટાફટ રાહત

  • ઈમ્યુનિટી વધારવામાં મદદ કરશે આ ચા
  • એનિમિયાની ખામીને દૂર કરવામાં કરશે મદદ
  • માઈગ્રેન અને પાચન તંત્રને દુરસ્ત રાખવામાં લાભદાયી

શિયાળાની ઋતુમાં ગરમાગરમ ચા પીવાનો પોતાનો જ આનંદ છે. મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં પોતાના શરીરને ગરમ રાખવા માટે ચા પીવે છે. દૂધ અને પાણીની સાથે-સાથે જો ચામાં મસાલાનું પ્રમાણ યોગ્ય હોય અને તેને યોગ્ય રીતે ઉકાળવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

કેટલાક લોકો ચામાં ખાંડ અથવા સ્ટીવિયા ઉમેરે છે. પરંતુ શિયાળામાં ખાંડને બદલે ગોળવાળી ચા પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. બદલાતી સીઝનમાં લોકો શરદી, ખાંસી અને ફ્લૂ જેવી બીમારીનો શિકાર બની રહ્યા છે. તેનાથી બચવા માટે તમે ડોક્ટરના આંટા ન મારશો અને જાતે ઈમ્યુનિટી પણ વધારો. આ માટે તમારે રૂટિન ચામાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. તમે ગોળની ચા ટ્રાય કરો. ગોળમાં પ્રોટીન, વિટામિન બી12, કેલ્શિયમ, આયર્ન, વિટામિન સી જેવા તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિયાળામાં આ ચા અનેકર રીતે ફાયદો કરે છે. તો જાણો આ ચાના ફાયદા શું છે અને તે કેવી રીતે બને છે.

આ રીતે બનાવો ગોળની ચા

ગોળની ચા બનાવવા માટે એક પેનમાં દોઢ કપ પાણીને ઉકાળો. તે ઉકળે તો તેમાં આદુ, એલચી, તજ અને ચાની ભૂકી ઉમેરો. હવે પાણીમાં દૂધ ઉમેરો અને તેને ઉકાળો. બધું સારી રીતે ઉકળી જાય તો તેને ગેસ પરથી ઉતારી લો. તેમાં ટેસ્ટ અનુસાર ગોળ મિક્સ કરો અને ગાળી લો. ધ્યાન રાખો ગોળ નાંખીને ચાને ઉકાળશો નહીં. તે ફાટી જશે.

એનિમિયા

એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ખામી હોય તો ગોળની ચાનું સેવન ફાયદો આપે છે. ગોળની ચા આયર્નથી ભરપૂર હોય છે. તે લાલ રક્ત કોશિકાના નિર્માણમાં મદદ કરે છે. તેનાથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને લોહીની ખામી દૂર થાય છે.

વેટ લોસ

વેટ લોસ માટે ગોળની ચાનું સેવન કરો. તેને પીવાથી વજન ઘણે અંશે ઝડપથી ઉતરવા લાગે છે.

પાચન તંત્ર

ગોળની ચા પાચનને સારું રાખવામાં ફાયદો કરે છે. ગોળની ચાનું નિયમિત સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને કબજિયાત, એસિડિટી અને અપચા જેવી સમસ્યાથી રાહત મળે છે.

માઈગ્રેનથી મળશે રાહત

માઈગ્રેનના દર્દીઓએ ગોળની ચાનું સેવન કરવું. તેમાં અનેક એવા પોષક તત્વો છે જે માઈગ્રેનને દૂર કરવામાં મદદ કરે છે.

ઈમ્યુનિટી થશે બૂસ્ટ

ગોળમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ્સના ગુણ ઈમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે.

Most Popular

More from Author

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી...

હવે કબ્રસ્તાન.😅😝😂😜🤣🤪

દાદીમાને ગીતા વાંચતા જોઈનેપૌત્રે માતાને પૂછ્યું, મમ્મી,દાદી કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા...

ચા માં પડેલા બિસ્કિટ😝😂

એક કવીઝ શો માંમને 5 કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, તમારી...

Read Now

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા- સારું છેમારા પૈસા અને સમય બન્ને બચી જશે…જા જા…છોકરી- હું મમ્મી જે ચિઠ્ઠી મૂકી ગઇ છેને તે વાંચી રહી છું…!!!😅😝🤣😂🤪 એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે...

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની રસપ્રદ પૌરાણિક કથા

મુખ્ય 12 જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલ જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને પૌરાણિક કથા શું છે? અહીં શિવલિંગ ક્યારે સ્થાપિત થયું, કોણે સ્થાપ્યું અને બાબા મહાકાલેશ્વરની શું કથા છે.ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનમાં રાજાધિરાજ તરીકે બિરાજમાન છે. ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વરની સ્થાપના ક્યારે, કેમ અને કેવી રીતે થઈ, જાણો રાજા ચંદ્રસેનની કથા. કેવી રીતે...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નહોતુંઆવડતું એ માણસ સ્ત્રીને કારણેબે વર્ષમાં પ્રોફેસર બની ગયો.પપ્પુ – એમાં શું મોટી વાત?હું એવા માણસને ઓળખું છું જે 40 વર્ષનીઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળીનેબે જ દિવસમાં મુર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪 એક સાહેબ ખૂબ...