પત્ની : છેલ્લે મેં શોધી જ લીધું.
પતિ : શું શોધી લીધું?
પત્ની : એ જ કે, જે વસ્તુ ગરમ હોય તેનો વિસ્તાર વધે છે.
પતિ : હા, તો?
પત્ની : મતલબ એ કે હું જાડી નહીં પરંતુ hot છું.
પતિ હજુ બેભાન છે.🤯🤯🤯
પરેશ નિશાળે જઈ રહ્યો હતો.
રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : બીટા ! હું આ ફૂટપાથ પર સીધો ચાલતો રહીશ તો હૉસ્પિટલે પહોંચી જઈશ ?
પરેશે કહ્યું : ના, ત્યાં પહોંચવા માટે તમારે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડશે.🤣🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)