મેં વિચાર્યું કે હું બે લગ્ન કરીશ.
એક મારી સાથે ઝગડશે તો
બીજી બચાવશે.
પછી એજ રાત્રે સપનું આવ્યું કે,
એકે મને પકડી રાખ્યો હતો,
અને બીજી મારી ધોલાઈ કરી રહી હતી.
કસમથી મેં આજીવન
લગ્ન ન કરવાનું નક્કી કરી લીધું છે.
😅😝😂😜🤣🤪
દિયર ને માથામાં ઈજા થઈ હતી.
ભાભી : આ કેવી રીતે થયું?
દિયર : અરે ભાભી,
હું ઈંટ વડે પથ્થર તોડી રહ્યો હતો.
ભાભી : તો તેમાં માથામાં ઈજા કેવી રીતે થઈ?
દિયર : ભાભી,
એ દરમિયાન એક પાડોશીએ મને કહ્યું
ક્યારેક મગજનો ઉપયોગ કરવો જોઈએ.
મેં તેમની સલાહ માની તો આવી હાલત થઈ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)