એક બહેરો બાઈકને ધક્કો મારીને લઇ જઈ રહ્યો હતો.
સામેથી આવતા બીજા બહેરાએ કહ્યું,
શું થયું ભાઈ,
પેટ્રોલ ખલાસ થઈ ગયું?
પહેલો બહેરો : ના યાર,
પેટ્રોલ ખલાસ થઈ ગયું.
બીજો બહેરો : અચ્છા….
હું સમજ્યો કે પેટ્રોલ ખલાસ થઈ ગયું.
આ બે ની વાતો સાંભળીને ત્યાં નજીકમાં ઉભેલા
પાણીપુરીવાળાને ચક્કર આવી ગયા.
😅😝😂😜🤣🤪
બાળક દાદી પાસે આવ્યો અને બોલ્યો,
દાદી એક વખત ‘ટેં’ એવું બોલીને સંભળાવો.
દાદી : ટેં.
દીકરો : ફરી એક વખત બોલોને.
દાદી : ટેં.
દીકરો : કેટલું સરસ બોલો છો તમે.
તો પછી,
તમે મારી મમ્મીને આ શબ્દ બોલીને કેમ નથી સંભળાવતા?
દાદી : તારી મમ્મીને શા માટે સંભળાવું?
દીકરો : તે પોતાની બહેનપણીઓને કહી રહી હતી,
આની દાદી ખબર નહિ ક્યારે ટેં બોલશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)