Homeધાર્મિકમાનવામાં નહીં આવે! પરંતુ,...

માનવામાં નહીં આવે! પરંતુ, તમારા આ સારા કાર્યો તમને હનુમાનજીની પ્રાપ્ત કરાવી શકે છે! હનુમાન જયંતિ પર કરો આ કામ

શાસ્ત્રોમાં હનુમાનજીને ભગવાન શિવનો અગિયારમો અવતાર માનવામાં આવ્યા છે. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પૂનમની તિથિએ હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 6 એપ્રિલ, ગુરુવારે હનુમાન જયંતી ઉજવવામાં આવશે. આ અવસર પર તમે પણ જો ઇચ્છો કે બજરંગબલી આપની પ્રાર્થના શીઘ્ર સાંભળે તો આપ પણ કેટલાક ખાસ ઉપાય અજમાવી શકો છો.

આપને જણાવી દઈએ કે કેટલાક સત્કાર્યો કરીને પણ તમે હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરી શકો છો. ત્યારે ચાલો તેમને પ્રસન્ન કરવાના કેટલાંક આવા જ સત્કાર્યો વિશે અને સરળ ઉપાયો વિશે જાણીએ.

મંગલમૂર્તિના મંગળકારી ઉપાય !

⦁ હનુમાન જયંતીના દિવસે કોઇપણ અસ્વસ્થ વ્યક્તિની સેવા કરવાની શરૂઆત કરવી જોઇએ. જો આ કાર્ય નિત્ય ન કરી શકાય તો દર મંગળવારે આ કાર્ય જરૂરથી કરવું જોઈએ. તેનાથી આપના જીવનમાં રહેલ માનસિક તણાવની સ્થિતિ દૂર થાય છે અને હનુમાનજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.

⦁ હનુમાન જયંતીના દિવસે અને ત્યાર પછીના કોઇપણ મંગળવારે શક્ય હોય તો રક્તદાન કરવું જોઈએ. એક માન્યતા અનુસાર આ પ્રકારના રક્તદાનથી દરેક પ્રકારની દુર્ઘટનાઓથી બચી શકાય છે ! વાસ્તવમાં હનુમાનજીનો સંબંધ મંગળ ગ્રહની સાથે છે અને મંગળને રક્તનો કારક માનવામાં આવે છે. એટલે જ આ દિવસે રક્તદાનનો સવિશેષ મહિમા છે.

⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર “ૐ ક્રાં ક્રીં ક્રોં સ: ભૌમાય નમઃ” મંત્રની એક માળાનો જાપ આ દિવસે જરૂરથી કરવો જોઈએ. અને ત્યારબાદ દર મંગળવારે તે જાપ કરવો. વાસ્તવમાં આ મંગળ ગ્રહની શાંતિ માટેનો મંત્ર છે. અને હનુમાન જયંતીએ તેનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ બધું જ મંગળમય બની જાય છે.

⦁ હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને સિંદૂરી વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. કહે છે કે તેનાથી વ્યક્તિના વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય છે.

⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આકસ્મિક સંકટોમાંથી મુક્તિ માટે હનુમાન જયંતીના દિવસે હનુમાન મંદિર ઉપર લાલ રંગની ધજા લગાવવી જોઈએ. કહે છે કે તેનાથી આપને દરેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળી જાય છે.

⦁ હનુમાન જયંતીના દિવસે તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ, રામાયણ તેમજ રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો અત્યંત લાભદાયી માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...