Homeક્રિકેટધ્રુવ જુરેલે પ્રથમ ટેસ્ટ...

ધ્રુવ જુરેલે પ્રથમ ટેસ્ટ ફિફ્ટીની ખાસ અંદાજમાં કરી ઉજવણી, ડ્રેસિંગ રૂમમાં રોહિત શર્માએ પણ આપ્યુ સ્ટેન્ડિંગ ઓવેશન

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રાંચીમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે ટેસ્ટ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. રાજકોટમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરનારા જુરેલે કરિયરની બીજી ઇનિંગ્સમાં જ પ્રથમ અડધી સદી ફટકારી હતી. ધ્રુવ જુરેલે 96 બોલમાં 3 ફોર અને 1 સિક્સરની મદદથી આ અડધી સદી પૂર્ણ કરી હતી. ધ્રુવ જુરેલે 90 રન બનાવ્યા હતા.

આ દરમિયાન તેને 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.

રોહિત શર્માએ આપ્યુ સ્ટેન્ડિંગ ઓવેશન

ધ્રુવ જુરેલે અડધી સદી પૂર્ણ કર્યા બાદ એક ખાસ અંદાજમાં ઉજવણી કરી હતી, તેને અડધી સદી પૂર્ણ કર્યા બાદ પોતાના પિતાને સેલ્યુટ કરી હતી જે ઇન્ડિયન આર્મીમાંથી રિટાયર છે અને તેમણે કારગિલ યુદ્ધ પણ લડ્યુ છે. જુરેલે પોતાની પ્રથમ ટેસ્ટ ફિફ્ટીને પિતાને સમર્પિત કરી હતી. જુરેલની ફિફ્ટીથી રોહિત શર્મા પણ ખાસ ઉત્સાહિત જોવા મળ્યા હતા, તેને ડ્રેસિંગ રૂમમાંથી જ જુરેલને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

IPLમાં 20 લાખ રૂપિયામાં વેચાયો હતો

IPLની 15મી સીઝન પહેલા મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે ધ્રુવ જુરેલને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, ત્યારે તેને 20 લાખ રૂપિયામાં રાજસ્થાનની ટીમે સામેલ કર્યો હતો. IPL 2023 સીઝનમાં ધ્રુવ જુરેલના રનના આંકડા ભલે ઓછા હોય પણ તેને કેટલીક એવી ઇનિંગ્સ રમી હતી જેને નોટિસ કરવામાં આવી હતી. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તેને આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. 5 એપ્રિલ 2023માં ગુવાહાટીમાં પંજાબ કિગ્સ વિરૂદ્ધ રાજસ્થાન રોયલ્સ માટે તેને 15 બોલમાં 32 રન બનાવ્યા હતા.

ધ્રુવના પિતાએ કારગિલમાં બતાવ્યો હતો દમ

ધ્રુવ જુરેલના પિતા નેમ સિંહ જુરેલ કારગિલ યુદ્ધ લડી ચુક્યા છે. ધ્રુવ પોતાના પિતાની જેમ સેનામાં જવા માંગતો હતો. આર્મી સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ધ્રુવે સ્વિમિંગ શીખી હતી. તે બાદ ગલી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

ધ્રુવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પિતા ક્યારેય આ વાતનો સપોર્ટ નહતા કરતા કે હું ક્રિકેટ રમું. જુરેલે કહ્યું, એક દિવસ તેના પિતા અખબાર વાંચતા હતા અને અચાનક તેમણે કહ્યું કે એક ક્રિકેટર છે જેનુ નામ પણ તમારા જેવું જ છે, તેને ઘણા રન બનાવ્યા છે, તે દિવસે ધ્રુવ ડરી ગયો હતો અને તેને પિતાને એમ નહતું જણાવ્યું કે તે ક્રિકેટર હું ખુદ જ છું.

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...