HomeમનોરંજનOTT પર રેલીઝ થશે...

OTT પર રેલીઝ થશે અનેક વેબ સીરિઝ

લુટેરેં સોમાલિયન પાણીમાં રોમાંચક પાઇરેટ ગાથા

લુટેરેં'માં રજત કપૂર, વિવેક ગોમ્બર, અમૃતા ખાનવિલકર અને આમિર અલી જેવા નામી કલાકારો છે. સમુદ્રી લૂંટારાનું એક ટોળું, અપહરણ, સમગ્ર ક્રૂ બંધક, આતંક, લોહિયાળ ક્રિયાઓ, સત્તાવાળાઓના ચાંચિયાઓ સાથે સોદા, ગુપ્ત હેતુઓ; આ બધું જ જોવા મળશેલુટેરેં’ માં જે 2017ની સાચી ઘટના પર આધારિત છે.

એક ભારતીય કાર્ગો જહાજને સોમાલી ચાંચિયાઓએ હાઇજેક કર્યું હતું તે ઘટના વર્ણવે છે. વિશાળ જહાજો પર દૃશ્યો છે. આ શ્રેણી રજત કપૂરને જહાજના કેપ્ટન તરીકે અને ગુનાઈત વારસા સાથેના તેમના સંઘર્ષને અનુસરે છે. ખતરનાક માલસામાનની સુરક્ષા અને દાણચોરીની અયોગ્ય માંગને પૂર્ણ કરવા માટે ગુનાની ટ્વિસ્ટેડ દુનિયામાં પ્રવેશ કરીને એવી દુનિયામાં રોમાંચક ડોકિયું કરે છે જ્યાં સર્વાઇવલ એટલે ગુનાઓના ઘાતક વેબને યોગ્ય રસ્તો બતાવવો. Disney+ Hotstar પર જંગ જોવા મળશે, તારીખ 22 માર્ચના રોજ.

મેનહન્ટ ; Man અને hunt બંને જુદા પાડો તો માણસ શિકાર અર્થ થાય પરંતુ…

આ શ્રેણી અબ્રાહમ લિંકનની હત્યા બાદ એડવિન સ્ટેન્ટન દ્વારા જ્હોન વિલ્કસ બૂથની શોધને અનુસરે છે. 1865માં અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકનના મિત્ર અને યુદ્ધ સેક્રેટરી એડવિન સ્ટેન્ટન લિંકનની હત્યા કરનાર જોહ્ન વિલ્કસ બૂથ નામના માણસને શોધવાના મિશન પર જાય છે. જેમ્સ એલ. સ્વાનસનના 2006ના પુસ્તક, મેનહન્ટઃ ધ 12-ડે ચેઝ ફોર લિંકન્સ કિલર પર આધારિત છે. અબ્રાહમ લિંકન અમેરિકન વકીલ, મુત્સદ્દી અને રાજકારણી હતા જેમણે 1861થી 1865માં તેમની હત્યા થઇ ત્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 16મા પ્રમુખ તરીકે સેવા આપી હતી. જ્હોન વિલ્કેસ બૂથ મેરિલેન્ડનો જાણીતો અભિનેતા અને સંઘીય જાસૂસ હતો. 14 એપ્રિલની રાતે 10:15 વાગ્યે, બૂથ લિંકનના થિયેટર બૉક્સના પાછળના ભાગમાં પ્રવેશ્યો અને લિંકનના માથાના પાછળના ભાગમાં ગોળીબાર કર્યો, મેજર હેનરી રાથબોનને ઝપાઝપીમાં છરી મારી ભાગી છૂટ્યો હતો. 15 એપ્રિલના રોજ સવારે 7:22 વાગ્યે લિંકનનું અવસાન થયું હતું. Apple TV+ પર 15 માર્ચના રોજ.

3 બોડી પ્રોબ્લેમ આ જ નામની લિયુ સિક્સિન નવલકથા પર આધારિત છે

અવકાશ માનવમન સમજી શકે તે કરતાં મોટું અને વધુ વ્યાપક છે. પ્રકાશ 186000 માઇલ પ્રતિ સેકન્ડની ઝડપે ફરે છે. બ્રહ્માંડનું કદ, પૃથ્વી અને નજીકના તારામંડળ વચ્ચેનું વિશાળ અંતર જોતાં, પ્રકાશની ઝડપે પણ આગળ વધતાં, તેને આવતાં પાંચ વર્ષ લાગે છે. પૃથ્વીની મુલાકાત લેતા બહારની દુનિયાના બુદ્ધિશાળી જીવનની સંભાવનાઓ અશક્યપણે વધુ હોવા છતાં જો તે શક્ય હોત/હોય તો?

એક ઘાતક, વિનાશક, અતિ મહત્ત્વનો નિર્ણય વૈજ્ઞાનિકોને માનવતાના સૌથી મોટા ખતરાનો સામનો કરવા ફોર્સ કરે છે. 3 (થ્રી) બોડી પ્રોબ્લેમ 1970ના દાયકામાં ચાઈનીઝ કલ્ચરલ રિવોલ્યુશન દરમિયાન શરૂ થાય છે, જ્યારે એક એસ્ટ્રોફિઝિસ્ટ (રોસાલિન્ડ ચાઓ)ને એલિયન ટ્રાન્સમિશન મળે છે. કૉલનો જવાબ આપવાનો તેનો નિર્ણય આજના દિવસ સુધી અસર કરે છે, પૃથ્વી ગ્રહના તેજસ્વી દિમાગ ઇન્ટરગ્લૅક્ટિક (આંતરઆકાશગંગાકીય) યુદ્ધના જોખમ માટે તૈયાર થાય છે. રસપ્રદ સીરિઝ Netflix પર 21 માર્ચના રોજ જોવા મળશે.

એ વતન મેરે વતન ક્યારે રિલીઝ થશે?

જ્યારે કરણ જોહર આ ફિલ્મના નિર્માતા છે. સારા અલી ખાન માટે એ વતન મેરે વતન ખૂબ જ ખાસ અને ઐતિહાસિક ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ સારા માટે લકી સાબિત થવાની છે. આ ફિલ્મ Amazon Prime Video પર 21 માર્ચ, 2024ના રોજ રિલીઝ થશે. સાચી ઘટનાઓથી પ્રેરિત, તે એક યુવાન છોકરીની વાર્તા છે જે ભારતીય સ્વાતંત્ર્યની લડાઈમાં અનન્ય રીતે નિમિત્ત બની હતી. સારા ઉષા મહેતાના રોલમાં જોવા મળશે, જેણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ પહેલી વાર છે જ્યારે સારા આવા ખાસ રોલમાં જોવા મળશે. આ એક મનમોહક કથા છે જે એક ભૂગર્ભ રેડિયો સ્ટેશનની સફરને દર્શાવે છે જે ભારતની સ્વતંત્રતા માટે ઉત્પ્રેરક બની હતી. સાચાં દેશભક્ત ઉષા મહેતાના હિંમતભર્યા પ્રયાસોથી પ્રેરિત, આ ફિલ્મ એવા અસંખ્ય અગણિત નાયકોનું સન્માન કરે છે જેમના અતૂટ સમર્પણ અને બલિદાને સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

`પામ રોયલ’ એકદમ રોચક સવાલ કરે છે

અમેરિકાના સૌથી વિશિષ્ટ, ફેશનેબલ અને અવિશ્વસનીય ટેબલ પર તેની બેઠક સુરક્ષિત કરવા માટે, પામ બીચ હાઇ સોસાયટી, મેક્સીન સિમોન્સ (વિગ) પાસે `હોવા અને ન હોવા’ વચ્ચેની અભેદ્ય રેખાને પાર કરવાનો પ્રયાસ કરે છે. 1969માં સેટ કરેલ, પામ રોયલ વર્ષોજૂના પ્રશ્નને સંબોધિત કરે છે : બીજાની પાસે જે છે તે મેળવવા માટે તમે તમારામાંથી કેટલું બલિદાન આપવા તૈયાર છો? છેને રોચક સવાલ, અભાવના પ્રભાવમાં તમે દીવાલ સામે ધરાશાયી થઈ જાવ છો કે દીવાલને ધરાશાયી કરવા તાકાત લગાવવા, બલિદાન આપવા શું કરી શકો છો?

પામ રોયલ મેક્સીન સિમોન્સ પતિ અને સમગ્ર સામાજિક વર્તુળ દ્વારા પડતી મુકાયા બાદ તેની ઓળખ પુનઃનિર્માણ કરવાનો પ્રયાસ કરે છે. જુલિયેટ મેકડેનિયલની નવલકથા મિસ્ટર એન્ડ મિસિસ અમેરિકન પાઇ પર આધારિત કોમેડી સીરિઝ 20 માર્ચના રોજ પ્રથમ ત્રણ એપિસોડ સાથે Apple TV+ પર પ્રીમિયર થવાનો છે, ટોટલ 10 એપિસોડ છે.

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...