HomeUncategorizedઅશોક ચક્ર, ઇન્ડિયા ગેટ...

અશોક ચક્ર, ઇન્ડિયા ગેટ અને ચંદ્રયાનથી ચમક્યું ચેન્નઈનું સ્ટેડિયમ

ચેન્નઈમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ક્રિકેટ-ઍક્શન શરૂ થાય એ પહેલાં બૉલીવુડના સ્ટાર્સે મનોરંજનનો સુપરડોઝ આપ્યો હતો. IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં માત્ર સ્ટાર્સને જ તેમનું શાનદાર પ્રદર્શન રજૂ કરતા જોઈને નહીં, સ્ટેડિયમની વચ્ચે ભારતના ગૌરવને વધારતાં દૃશ્યો જોઈને પણ ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. લેસર-શોમાં સ્ટેડિયમની વચ્ચે અશોક ચક્ર, ઇન્ડિયા ગેટ અને ચંદ્ર પર લૅન્ડ થતા ચંદ્રયાનની ઐતિહાસિક ક્ષણો જોવા મળી હતી.

IPL 2024ની ઓપનિંગ સેરેમની દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની તાકાતનો સંદેશ પહોંચાડવાનો ટાર્ગેટ સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીના ફૅન્સને કારણે સ્ટેડિયમ યલો આર્મીમાં ફેરવાઈ ગયું હતું. ૪૦ મિનિટ સુધી ચાલેલી ઓપનિંગ સેરેમનીને ધોનીએ ડ્રેસિંગરૂમમાં નાસ્તો કરતાં-કરતાં જોઈ હતી.

સૌપ્રથમ અક્ષયકુમારે હાથમાં ​તિરંગો લઈને સ્ટેડિયમમાં હવાઈ એન્ટ્રી મારી હતી. ‘બડે મિયાં, છોટે મિયાં’ની જોડી એટલે અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફે ‘જય જય શિવ શંકર…’, દેસી બૉય્ઝ’, ‘હરે રામ હરે રામ’, ‘બાલા બાલા’ અને ‘સુનો ગૌર સે દુનિયા વાલોં’ જેવાં ગીતો પર શાનદાર પર્ફોર્મન્સ આપીને આખા સ્ટેડિયમે ઝૂમવા માટે મજબૂર કર્યું હતું. બૉલીવુડની આ જોડીએ બાઇક પર તિરંગો લઈને સ્ટેડિયમનું ચક્કર પણ લગાવ્યું હતું.

‘બડે મિયાં, છોટે મિયાં’ની જોડીએ કરાવ્યો IPLનો ધમાકેદાર શુભારંભ

ધમાદેકાર ડાન્સ જોયા બાદ આખું સ્ટેડિયમ દિગ્ગજ સિંગરનો અવાજ સાંભળીને મંત્રમુગ્ધ થયું હતું. સોનુ નિગમે વંદે માતરમ્ ગીતથી પર્ફોર્મન્સની શરૂઆત કરી હતી. એ. આર. રહમાને ‘માં તુઝે સલામ’ ગીતથી દેશભક્તિની ભાવના વધુ પ્રબળ કરી હતી. મોહિત ચૌહાણ અને ની​તિ મોહને ઓપનિંગ સેરેમનીમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મારી હતી. મોહિત ચૌહાણે ‘મસક્કલી…’ અને નીતિ મોહને ‘બરસો રે મેઘા…’ ગીતથી સૌને મનોરંજન આપ્યું હતું. એ. આર. રહમાનના ઑસ્કર અવૉર્ડ વિનર ‘જય હો…’ ગીતથી ઓપનિંગ સેરેમનીનું સમાપન કરવામાં આવ્યું હતું.

એ. આર. રહમાન

સ્ટેડિયમમાં ચારે બાજુ થયેલી આતશબાજીથી આખી દુનિયાને સંદેશ આપવામાં આવ્યો કે ભારતની સૌથી મોટી T20 લીગનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. નવજોત ​સિંહ સિધુએ એક દશક બાદ કૉમેન્ટરી-બૉક્સમાં એન્ટ્રી મારી હતી. ઑસ્ટ્રેલિયન દિગ્ગજ સ્ટીવ સ્મિથ પ્રીવ્યુ શોમાં હિન્દીમાં બોલતો જોવા મળ્યો હતો.

આજની મૅચ

પંજાબ કિંગ્સ v/s દિલ્હી કૅપિટલ્સ, બપોરે ૩.૩૦ વાગ્યે, ચેન્નઈ
કોલકાતા નાઇટ રાઇડર્સ v/s સનરાઇઝર્સ હૈદરાબાદ, રાત્રે ૭.૩૦ વાગ્યે, મુલ્લાનપુર

આવતી કાલની મૅચ

રાજસ્થાન રૉયલ્સ v/s લખનઉ સુપર જાયન્ટ્સ, બપોરે ૩.૩૦ વાગ્યે, જયપુર
ગુજરાત ટાઇટન્સ v/s મુંબઈ ઇન્ડિયન્સ, રાત્રે ૭.૩૦ વાગ્યે, અમદાવાદ

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...